શાસ્ત્ર છે તો શસ્ત્ર છે : પ.પૂ. દંડી સ્વામી શ્રી સદાનંદ સરસ્વતિજી

0
52

(જય ભટ્ટ દ્વારા )
રાજકોટ : રૂદ્ર સેતુ ફાઉન્ડેશન અને વૈદિક વિદ્યા પ્રતિષ્ઠાન દ્વારા તા. 11-10-2016 ના વિજયા દશમીના પવિત્ર દિવસે ગૌધુલિક વિજય મુહર્તમાં રાજકોટના હેમુગઢવી હોલ ખાતે શાસ્ત્ર પૂજન સાંસ્કૃતિક સિંચનના પુજા અર્ચનનો કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર ગુજરાતમાં શાંતિ, એકતા, અખંડિતતા અને સદભાવના તથા પ્રગતિ સતત જળવાય રહે ગુજરાતનું ગૌરવ દેશ વિદેશમાં વધતું રહે સાથે ગુણાત્મક કાર્યક્રમનું આયોજન થતું રહે આ વિષેશ હેતુને ધ્યાનમાં લઇ પ્રાચીન પરંપરા મુજબ વેદ પાઠી પંડિતો તથા વિદ્યાનોના મંત્રોચ્ચાર સાથે લબ્ધ પ્રતિષ્ઠિત આગેવાનો તથા પ્રજાના પ્રતિનિધી તેમજ સંતો, મહંતો અને ગુરુજનો તથા સેવકોની ઉપસ્થિતીમાં શાસ્ત્ર પૂજન કરવામાં આવ્.ું હતું, આ તકે શ્રી સ્વરુપાનંદ સરસ્વતીજી મહારાજ ના અંગત સંચિવ અને કૃપાપાત્ર શિષ્ય દંડી સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી તથા સંતો, મહંતોની ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અન્ય અભયભાઇ ભારદ્વાજ-એડવોકેટ, ડો. જયમન ઉપાધ્યાય-મેયર, ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજયગુરુ, પંકજભાઇ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં દંડી સ્વામીએ જણાવ્યું કે ભારતમાં બે પરંપરા છે : શસ્ત્રપૂજન અને બીજું છે શાસ્ત્ર પૂજન સનાતન પરંપરા આવી છે ત્યારથી આ શાસ્ત્રનું પૂજન થાય છે. શાસ્ત્ર છે તો શસ્ત્ર છે. શાસ્ત્ર ના પૂજન થી ઉપદેશ પ્રાપ્ત થાય છે.

NO COMMENTS