ખેલે ખેલૈયા-2016 વિરાણી હાઇસ્કૂલ દ્વારા વન ડે દાંડિયા રાસ નું આયોજન

0
268

સમગ્ર ગુજરાત ની જનતા ગરબા રમવા ઉત્સુક છે ત્યારે રાજકોની રંગીલી પ્રજા માટે તો જાણે સોનાનો સુરજ ઉગશે આવા જ એક આયોજન ના ભાગરુપે તા. 28-09-2016 ના રોજ રાત્રીના 8 કલાકે, વિરાણી હાઇસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે આજકાલ સાંધ્ય દૈનિક અને વિરાણી હાઇસ્કૂલના ઉપક્રમે વેલકમ નવરાત્રી -2016 ખેલે ખેલૈયા નું આયોજન કરાયું છે. આ આયોજન વિરાણી સ્કુલના વિદ્યાર્થી પુરતું મર્યાદિત અને ઇનામોની વણઝારો સાથે નવરાત્રીનું પ્રથમ આયોજન થવા જઇ રહ્યું છે.
પારિવારીક વાતાવરણ વચ્ચે નવા કલાકારો, અને મ્યુઝીક દ્વારા તાલીઓના તાલે આ વનડે દાંડીયારાસનું આયોજન માં આધુનિક અલ્ટ્રા ડોલબી સાઉન્ડ સીસ્ટમ ખેલૈયાઓને રમવા સજજ છે.
પ્રિન્સ ને ભવ્ય ઇનામ, વેલ ડ્રેસ-3, ટીચર્સ ફેમીલી 3 ઇનામો ઉપરાંત ખેલૈયાઓ માટે પુરતી ગ્રાઉન્ડ વ્યવસ્થા કરવામાં આવી છે. સિકયોરીટી તેમજ પાર્કિંગ ની વ્યવસ્થા વચ્ચે વન ડે દાંડિયા રાસનું સમગ્ર આયોજન કરાયું છે. વિરાણી સ્કુલ ના પ્રિન્સીપાલ હરેન્દ્રસિંહ ડોડિયા ના રાહબરી હેઠળ તમામ સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યું છે. આજકાલ દૈનિક અને વિરાણી હાઇસ્કુલ ના સંગાથે અન્ય સ્કુલના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓનો સહયોગ સાંપડેલ છે.
આ ગરબા-2016 વનડે કાર્યક્રમમા વિરાણી સ્કૂલ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ સ્ટાફે પધારવા હરેન્દ્રસિંહ ડોડિયાએ ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.

NO COMMENTS