પાકિસ્તાન નુ જુઠાણું : દાઉદ ઇબ્રાહીમ પાકિસ્તાનમાં નથી

0
197

અંડરવર્લ્ડ ડોન અને ભારત માટે મોસ્ટ વોન્ટેડ આતંકી દાઉદ ઇબ્રાહીમ માટે પાકિસ્તાન વારંવાર જુઠાણુ સાબિત કરે છે. પરંતુ આ વખતે સંયુકત રાષ્ટ્ર માં તેની પોલ ખુલી છે. યુએન ની એક સમિતિ એ માનયું છે કે ભારત ને આતંકી દાઉદ ના પાકિસ્તાનમાં રહેછે તેની જે યાદી આપી છે. જેમાંથી મોટાભાગના ઠેકાણા સાચા છે. પાકિસ્તાન વારંવાર કહી રહ્યું છે. દાઉદ પાકિસ્તાનમાં નથી રહેતો. ભારતે યૂએન ને ગત વર્ષે આપવામાં આવેલ એક યાદી માં એવા સરનામાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આ સરનામે દાઉદ રહે છે.
ઉપરાંત દાઉદ ના પાકિસ્તાનમાં હોવાની સાબિતી તેમજ દાઉદના ખોટા પાસપોર્ટ ની યુએન સુરક્ષા પરિષદ ની અલકાયદા પ્રતિબંધ સમિતિ ની સુચના પણ સામેલ છે. આમાંથી એક સરનામું પાકિસ્તાનના દૂત મલીહા લોધીના ધરનું સરનામું પણ છે. એ ઉપરાંત ભારતે સમિતિને દાઉદ સાથે જોડાયેલા પરિવારની જાણકારી આપી છે. જેમાં તેમના પિતા, માતા, તેમજ રત્નાગીરી સાથે કનેકશનની જાણકારી આપી છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS