દાઉદ ઇબ્રાહીમે શાહિદ અફરીદીને મોઢું બંધ રાખવા ધમકી

0
66

પાકિસ્તાન માં છૂપાયેલ અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમે ક્રિકેટર શાહિદ અફરીદી ને મોઢું બંધ રાખવા ધમકી આપી છે. નહીં તો પરિણામ ભોગવવા તૈયાર રહેજે. ઉલ્લેખનિય છે કે, ડોન ના સમધી જાવેદ મિયાદાંદ અને શાહિદ અફરીદી ના મૈચ ફિકસીંગ ને લઇને ઝઘડો ચાલી રહ્યો છે. જે મામલે અફરીદી ને ધમકાવ્યો હતો. દાઉદે શાહિદ અફરીદીને ચૂપ રહેવાની ધમકી આપી હતી.
ઉલ્લેખનિય છે કે મિયાંદાદા ને અફરીદી ઉપર મેચ ફિકસીંગ નો આરોપ લગાવ્યો હતો. જણાવ્યું હતું કે મિયાંદાદ સામે કાનૂની કાર્યવાહી કરશે. અફરીદીએ મિયાંદાદ ને પૈસાનો ભૂખ્યો છે ત્યાં સુધી જણાવ્યું હતું. પરંતુ આફિદીએ બાદમાં ટવીટ કરી માફી માંગી લીધી હતી. આ ઝઘડો થોડા દિવસોથી પાકિસ્તાનના મુખ્ય સમાચારો માં રહ્યો છે. સુત્રોના જણાવ્યાનુસાર દાઉદ ડોને અફરીદીને ફોન કરી મોઢું બંધ રાખવા ધમકી આપી હતી. દાઉદ ની દિકરી મિયાંદાદ ના દિકરા સાથે લગ્ન થયેલ છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS