દાઉદ ઇબ્રાહીમ સામે બીન જામીન લાયક વોરંટ ઇસ્યુ

0
97

નવી દિલ્હી : એક સ્થાનિક અદાલતે દક્ષિણપંથી સંગઠન ના એક નેતાની હત્યા માટે ગુંડાને સોપારી દેવાના આરોપમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ અને તેના સહયોગી છોટા શકીલ સામે એક બનીજામીનલાયક વોરંટ જાહેર કર્યું છે. મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા આદેશ દિલ્હી પોલીસ ના સ્પેશ્યલ સેલ ની એક અરજી ઉપર જાહેર કર્યું છે. સ્પેશ્યલ સેલે બન્ને સામે બિનજામીનલાયક વોરંટ જાહેર કરવાનો અનુરોધ કર્યો છે. જેણે અખિલ ભારતીય હિંદુ મહાસભા ના નેતા સ્વામી ચક્રપાણી ની હત્યા માટે એક કાવતરું રચ્યું હતું. પોલીસ મુજબ ચક્રપાણી મુંબઇમાં સરકાર તરફથી કરાયેલી હરરાજી માં દાઉદ ઇબ્રાહીમ ની કાર ખરીદી હતી. અને પછી ગાજીયાબાદમાં આગ લગાડી દેવાઇ હતી. આ વર્ષે જુન માં જુનૈદ, રોજર, યુનુસ અને મનીષ ને ગિરફતાર કર્યા હતા. કારણ કે તે દક્ષિણપંથી નેતાની હત્યાનું કાવતરું ઘડતા હતા.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS