દાઉદ ના ભાણેજ ની શાદી સંપન્ન

0
41

ભારત માટે મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહિમ ના ભાણેજ અલીશાહ ના નીકાહ મુંબઇ ના એક બિઝનેશમેનની દિકરી સાથે મુસ્લિમ રીત રિવાજ સાથે સંપન્ન થયા હતા. મુંબઇ પોલીસે આ પ્રસંગ ઉપર બાઝ નજર રાખી હતી. આ પ્રસંગે મસ્જિદની બહાર મિડિયાકર્મીઓ પણ હાજર હતા. શાદીની વિધિ લગભગ 2 કલાક જેટલી ચાલી હતી. આ પ્રસંગે દાઉદના સગા પણ હાજર રહ્યા હતા. પોલીસને તેવી આશંકા હતી કે કદાચ દાઉદ આ પ્રસંગમાં આવી શકે લગ્ન વિધિ બાદ મુંબઇની એક હોેટલમાં રિસેપ્શન રખાયું હતું. કહેવાતું હતું કે દાઉદ આ પ્રસંગને સ્કાઇપ વિડિયો કોલિંગના માધ્યમથી જોડાશે. ઉલ્લેખનિય છે કે ઘણા તેમના સગા અને તેના મામા પણ પ્રસંગથી બાકાત રહ્યા હતા. અલીશાહ ની શાદી નાગપાડા રસૂલ મસ્જિદ માં નિકાહ કરાયા હતા.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS