દિપીકા પાદુકોણ નો કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં જલવો

0
52
Deepika Padukone's new look at Cannes
Deepika Padukone's new look at Cannes

બોલિવૂડની મશહૂર અભિનેત્રી દિપીકા પાદુકોણ કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનો જલવો રજૂ કરવા તૈયાર છે ત્યારે રેડ કલરની મેકસી ગાઉન પછી હવે દિપીકા રેક કાર્પેટ લુક પણ સામે આવ્યો છે. દિપીકા પોતાની આ વાઇન કલરની ડ્રેસ માં હોટ અને સેકસી લાગી રહી છે. તેની ડ્રેસ ની સાથે કરાયેલ ડાર્ક મેકઅપ દ્વારા દિપીકાને ખુબસુરત બનાવી છે. દિપીકાએ પોતાની આ નેટ વાળા ગાઉન સાથે જવેલરી પહેરેલ છે. સાથે ડ્રેસ સાથે કાનોમાં ઇયરીંગ્સ અને આંગળીમાં એક વીંટી પહેરી છે.
આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસટીવલ પોતાની 70 વર્ષ મનાવી રહ્યું છે. જયારે લોરીયલ પોતાના ઓફિશયલ મેકઅપ બ્રાંડ તરીકે 20 મું વર્ષ મનાવી રહ્યું છે. અહીંયા 31 વર્ષીય દિપીકા રેડ કાર્પેટ ઉપર પોતના ફેશન બ્રાંડ લોરીયલ પેરિસ ને રિપ્રેસન્ટ કરી રહી છે. દિપીકાને જોઇને લાગી રહ્યું છે કે તે કાંસ ફિલ્મ ફેસ્ટીવલ ને લઇને એકસાઇટેડ છે. કાંસ ફિલ્મ ફેસ્ટીવસલ 17 મે થી 28 મે સુધી ફ્રેંચ રિવેરા માં ચાલશે.
દિપીકાના ચાહક લોકો રેડ કાર્પેટ લુકસ જોવા માટે આતુર છે. દરેક લોકો જાણવા ઇચ્છે છે કે દિપીકા આ સાત દિવસમાં શું પહેરશે ?

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS