દિલ્હી મેટ્રો ટ્રેન નું ભાડું વધી શકે : સમિતિ રિપોર્ટ

0
37

કેન્દ્ર સરકાર દ્વારા બનાવેલી એક સમિતિ દ્વારા દિલ્હી મેટ્રો ની ટિકીટ માં ભાવ વધારવાની ભલામણ કરાઇ છે. જો તેને લાગુ કરાશે તો દિલ્હી મેટ્રોના ભાવમાં ડબલ વધારો થઇ શકે તેવી શકયતાઓ જણાઇ રહી છે. સમિતિના જણાવ્યાનુસાર ઓછામાં ઓછું ભાડું આઠ રૂપિયા છે. તેને વધારીને 10 રૂપિયા કરી શકે. અને વધુમાં વધુ ભાડું હાલમાં 30 રૂપિયા છે તેના બદલે 50 રૂપિયા થવાની શકયતાઓ નકારી ન શકાય. શહેરી વિકાસ મંત્રાલય અવધી ત્રણ મહિના વધારવાનો ઇન્કાર કર્યો હતો. સમિતિના રિપોર્ટ પછી હવે થોડા સમયમાં સરકાર દ્વારા તેનો નિર્ણય કરાશે. દિલ્હી મેટ્રો ટ્રેનનું ભાડું ઘણા વર્ષો પહેલા વધારવામાં આવ્યું હતું. તે બાદ ભાડામાં કશો જ વધારો કરાયો નથી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS