દિલ્હી માં ચિકનગુનિયા માં 11 અને ડેંગ્યૂ માં 14 ના મૃત્યુ

0
60

નવી દિલ્હી : રાજધાની માં આ સમયે ડેગ્યૂ અને ચિકનગૂનિયા ના કેસો વધતા જાય છે. ત્યારે ચિકનગુનિયા ની ઝપટમાં આવી ગયું છે. અત્યાર સુધીમાં 14 લોકો ના અને ચિકનગુનિયાએ 11 લોકોના મોત થયા છે. દિલ્હીમાં ચિકનગુનિયા થી ખાનગી હોસ્પિટલમાં પાંચ આસપાસના વિસ્તારોમાં 4 અને એમ્સ માં એક મૃત્યુ થયું છે. ચિકનગુનિયાની સાથે ડેંગ્યુએ પણ કાળો કહેર મચાવ્યો છે. આ વર્ષે ડેંગ્યુ થી અત્યાર સુધીમાં દિલ્હી ખાતે 14 લોકોના મૃત્યુ થયા છે. જયારે 1100 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. કે જેમને ડેંગ્યુ પોઝીટીવ આવ્યા છે.
આ મામલે કેન્દ્ર સરકારે રાજય સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મં6ી જેપી નડ્ડાએ દિલ્હી સ્વાસ્થ્ય મંત્રી સાથે વાત કરી હતી. અને ચિકનગુનિયાના ટેસ્ટ માટે ખાનગી હોસ્પિટમાં મનફાવે તેવા ભાવ લેવાતો હોવાની ફરિયાદે ધ્યાને લેવા જણાવ્યું હતું. સરકાર દ્વારા હેલ્પલાઇન પણ ખોલવામાં આવી છે. આ રોગ વકરવાના કારણે સરકારી હોસ્પિટલના ડોકટરો અને નર્સનો રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS