ધન પ્રાપ્તિ માટેના આસાન પ્રયોગો

0
2365

-ધનલક્ષ્મીની કૃપાને માટે :
દરેક શુક્રવારે કોઇ પણ જાણીતા લક્ષ્મી નારાયણ મંદિરમાં જઇને સુગંધિત ચંદન વગેરેની અગરબતી અર્પણ કરવી. આ પ્રયોગ થકી આપના પર લક્ષ્મીજીની કૃપા વરસતી રહેશે.
– આર્થિક લાભ માટે :
કોઇ પણ માસના શુકલ (સુદ) પક્ષના પ્રથમ શુક્વારથી આ પ્રયોગ આરંભ કરી સતત ત્રણ શુક્વાર સુધી કરવો. કોઇપણ જૂના લક્ષ્મીનારાયણના મંદિરમાં સંધ્યાકાળે કોઇ નવ વર્ષથી ઓછી વયની અગિયાર ક્ધયાઓને ખીરની સાથે મીશ્રીનું ભોજન કરાવવું તથા તેને ઉપહારમાં લાલ વસ્ત્રનું દાન કરવું. આ ઉપાયથી તરત જ આર્થિક લાભની પ્રાપ્તિ
થાય છે.
– ધનના અભાવના ઉપાય માટે :
સ્નાન કર્યા પછઈ શ્ર્વેત સૂતરનું વસ્ત્ર ધારણ કરીને શ્ર્વેત ઉનમાંથી બનાવાયેલા આસન પર બેસવું. મુખ ઉત્તર દિશઆ તરફ રાખવું. તે પછી લાલ રંગના મણકામાંથ બનાવેલ માળાથી આપેલા મંત્રનો જપ કરવો. આ મંત્રની ચાલીસ માળા ધનતેરસે, બેતાળીસ માળા કાળી ચૌદસે અને તેતાળીસ માળા દીપાવલીની સંધ્યાએ જપ કરવી. આ પ્રયોગથી ધનનો અભાવ કયારેય નડશે નહીં.
– ધનની પ્રાપ્તિ માટે :
જો નાણા કયાંય ફસાઇ ગયાં હોય એટલે કે આપનાં નાણાં લઇને આપતા ન હોય તો આનાકાની વખતે અંધારું થતાં એક ગોમતી ચક્ર લઇ કોઇ ચકલા તરફ જવું ત્યાં એક નાનો ખાડો કરીને તે વ્યકિતનું નામ સ્મરણ કરતાં આ ગોમતી ચક્ર તેમાં દાટી દેવું. આ પ્રયોગથઈ થોડાક સમયમાં તે ધન પરત આવી જશે.
8 ધન-વૈભવની વૃધ્ધિ માટે :
અબાબીલની ડાળી આંખને સૂકવીને તે સોનાની વીંટીમાં ચઢાવીને ડાબી હાથની આંગળીમાં ધારણ કરવાથી ધન-વૈભવનમાં વૃધ્ધિ થાય છે.
– ધનની વૃધ્ધિ માટે :
પુષ્ય નક્ષત્રમં વિધિવત રીતે મેળવેલ શંખપુષ્પીના મૂળનેચાંદીની ડબ્બીમાં મૂકી તેને ધૂપાદિ ભગવાન સદાશિવનું ધ્યાન કરતાં કરતાં શ્રધ્ધાપૂર્વક તિજોરીમાં મૂકવું. આ પ્રયોગથી ધનવૃધ્ધિ થાય છે.
– ધનની વૃધ્ધિ માટે ઉત્તમ :
બેંકમાં જયારે પણ પૈસા જમામ કરાવવા જવાય તે વખતે પશ્ર્ચિમ મુખી થઇને કાર્ય કરવું. તથા મા લક્ષ્મીના કોઇ પણ મંત્રનો જાપ કરવો.
– ધનના લાભ માટે :
પીપળાના પાન પર રામ શબ્દ લખીને તેમજ કંઇક મીઠાઇ મૂકને તે હનુમાનજી મંદિરે જઇ ચઢાવી આવવું. આ પ્રયોગથી અવશ્ય ધનનો લાભ થશે. આ ઉપરાંત દરરોજ પ્રાત:કાળે લક્ષ્મીજીને લાલ પુષ્પ અર્પણ કરી દૂધમાંથી બનાવેલ મિષ્ટાનનો ભોગ ધરાવવા થકિ ધનનો લાભ થાય છે.
8 તિજોરી ધનથી ભરેલી રહે તે માટે
શનિવારના દિવસે પીપળાનું એક અખંડિત પાન તોડી લાવી તેને ગંગાજળ વડે ધોઇ નાખી તેના ઉપર હળદર તથા દહીંને ધોળી ડાબા હાથની અનામિકા આંગળી દ્વારા એક વર્ગની અંદર હ્રીં લખવું. તે પછી દૂધ દીપ બતાવી પાન વાળીને પોતાના ધનની તિજોરીમાં મુકવું. દરેક શનિવારે પાન બદલાતા રહેવું.
8 આકસ્મિક ધનના લાભ માટે :
મરિયાના પાંચ દાણા પોતાના માથા પર સાત વખથ ઉતારીને ચાર દાણા ચારેય દિશામાં ફેંકી દેવા તથા પાંચમા દાણાને આકાશ તરફ ઉછાળી નાંખવો. આ પ્રયોગથી અવશ્ય ધનલાભ થાય છે.
– ધનની વૃધ્ધિ માટે :
ધનની તિજોરીમાં લાલ વસ્ત્ર પાથરીને તેના પર મુંજા વનસ્પિતનાં બીજ મૂકવાથી ધનની વૃધ્ધિ અવશ્ય થાય છે.
કોઇપણ માસના પ્રથમ ગુરુવારે ત્રણ અભિમંત્રિત ગોમતી ચક્ર, ત્રણ ધનકારક પીળી કોડિયો તથા હળદરની ત્રણ ગાંઠોને એકી સાથે કોઇ પીળા કપડામાં બાંધીને તીજોરીમાં મૂકવાથ ધનની વૃધ્ધિ થાય છે.
દીપાવલીની રાત્રિએ એક મોતી, શંખ યા દક્ષિણાવર્ણી શંખનું પૂજન દિપાવલીમાં પૂજન કરવું. પછી લક્ષ્મીના મંત્રની પાંચ માળાનો જપ કરવો.આ શંખને પૂજાના સ્થાને જ મૂકવો. દરેક મંત્ર પછી ચોખાના દાણા શંખમાં પધરાવવા. આમ દરરોજ મંત્ર જાપ ચાલુ રાખવા….

NO COMMENTS