નાના માણસોના પોતિકા માનવી : ધનરાજભાઇ કૈલા

0
52
dhanrajbhai-kaila-surendranagar
dhanrajbhai-kaila-surendranagar

(મનોજભાઇ પંડયા-જોરાવરગનર)

હજારો માણસો જેમને વ્યકિતગત નામથી ઓળખતા હોય તેવા અદના આદમી ધનરાજભાઇ કૈલાને તમે નાનામા નાના માણસના સારા માઠા પ્રસંગોમાં અચૂક હાજર જૂઓ. નવા વર્ષના મેળાવડા પ્રસંગે તેમના ઘરે હૈયેહૈયુ દળાય તેટલી માનવ મેદની તેમને નવા વર્ષના અભિનંદન પાઠવવા આવતી જોવા મળે. નાના મોટા અમીર ગરીબ દરેક ને તે એટલો જ ઉમળકાથી ભેટીને મળતા જોવા મળે છે.
ધનરાજભાઇ નાનપણથી જ દેશભકિતના રંગે રંગાયેલા છે. આર.એસ.એસ.ના નાના સ્વયંસેકથી લઇને 1998 માં યોજાયેલ ધારાસભ્યની ચૂંટણીમાં ભાજપમાંથી બહોળી બહુમતીથી ચૂંટાઇને ધારાસભ્ય તરીકે 2007 સુધી વઢવાણ વિસ્તારના લોકોની સેવા કરી તેમા કાર્યો કર્યા છે.
પ્રજાને પડતી મુશ્કેલી નિવારવા માટે સતત દોડતા રહીને ખૂબ જ લોકચાહના મેળવી છે. એના કારણે જ તેઓને બીજી ટર્મમાં પણ ભાજપ તરફથી ટીકિટ આપીને તેઓ ચૂંટાઇ આવ્યા
એ ઉપરાંત સુરેનદ્રનગરની સમાજ સેવી સંસ્થાઓ સાથે પણ સતત જોડાયેલા રહીને આર્થિક સહયોગ પણ આપતા રહ્યા છે. સુરેન્દ્રનગર ની પ્રખ્યાત સી.જે. હોસ્પિટલમાં 1996 થી આજ સુધી સતત કાર્યશીલ રહ્યા છે. 2010-11 માં તેમણે પ્રમુખનો કારભાર પણ સંભાળ્યો હતો. છેલ્લા 17 વર્ષથી નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમ યોજે છે.
બાળપણથી આર.એસ.એસ.ના સ્વયંસેવક તરીકે સક્રિય રહીને 1980 થી વઢવાણ એ.પી.એમ.સીના ડિરેકટર પદે રહી. બાદમાં 1985 થી 1995 વઢવાણ નગરપાલિકા ના સદસ્ય તરીકે સેવા કરી કોંગ્રેસના 23 સભ્યો સામે ભાજપના બે જ સદસ્યો હોવા છતા વઢવાણ નગરપાલિકામાં બીનહરિફ પ્રમુખ તરીકે ચૂંટાઇ આવ્યા. આ તેમની રાજકિય કૂનેહવૃતિ અને પરોપકાર ભાવના છે.
ત્યારબાદ મર્કન્ટાઇલ બેંક, રાજકોટ નાગરિક બેંકમાં પણ તેઓએ સેવા બજાવી, ગુજરાત રાજયના હાથશાળ નિગમના ચેરમેન પદે પણ નિમણૂક થઇ હતી. આ નિગમ ખોટ કરતું હતું તેને વ્યાપારી બુધ્ધિ ચાતુર્ય દ્વારા નફો કરતું કરી દીધું હતું. તેમની વ્યવ્સાયી આગવી સૂઝ દર્શાવે છે. તેમણે પોતાના ધારાસભ્ય પદના સમય દરમિયાન કેટલાય પ્રજાલક્ષી કાર્યો કરીને લોકચાહના મેળવી છે. આ રાજકિય અને સેવાકિય કાર્યો સિવાય તેમના ધાર્મિક કાર્યોની પણ નોંધ લેવી પડે તેવી છે. ઘરે ગમે તે સમયે પહોંચે પણ સવારે 6 વાગ્યે ઉઠી ગાયોના છાણ, વાસીદા કરતા તમને તેમના ઘર પાસેની ગમાણમાં જોવા મળે. સાથે કુતરા-બિલાડા જેવા નાના પ્રાણીઓનું પણ એટલું જ ધ્યાન રાખે. આ સેવાકિય ગુણ તેમના પુત્ર નરેશભાઇ કૈલાના પુત્ર કૈશવમાં પણ ઉતરી આવ્યા છે. તે પણ દાદા સાથે વહેલા ઉઠીને તેમની સાથે કાર્યમાં જોડાઇ જાય છે. અનેક રાજકિય તેમજ સેવા એવોર્ડથી સન્માનિત ધનરાજભાઇ કૈલાની સેવાની નોંધ ઝાલાવાડ વાસીએ જરુર લેશે. આ તકે તેમણે આસ્થા મેગેઝીનને પ્રોત્સાહિત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
– મનોજભાઇ પંડયા
6-શિવાલય, વિઠ્ઠલ પાર્ક, રામજી મંદિર પાછળ
જોરાવરગનર, તા. વઢવાણ, જિ. સુરેન્દ્રનગર મો. 98799 63522

NO COMMENTS