ધનતેરસ : અમુક ચીજો ખરીદવાથી ધન ની વૃધ્ધિ થશે

0
216

આ વર્ષે શરુઆત શુક્રવાર ના દિવસ થી થાય છે. અને નવુ સંવત પણ શુક્રવાર થી પ્રારંભ થાય છે. એટલે આ વર્ષે રાજા શુક્ર છે. શુક્રવાર નો દિવસ માતા લક્ષ્મીજી નો માનવામાં આવે છે. આ માટે શુક્રવારે ધન અને વૈભવ ની ઇચ્છા થી પ્રાપ્ત થાયછે. ઘણા લોકો વૈભવ લક્ષ્મી નુંવ્રત અને પૂજન કરે છે. સૌભાગ્ય થી આ વર્ષે શુક્રવારે જ ધનતેરસ આવે છે. માટે એક શુભ યોગ બને છે. શુક્રવારે ધનતેરસે પાંચ ચીજવસ્તુની ખરીદી કરવાથી ફાયદો રહે છે.
– હીરા ને જયોતિશશાસ્ત્રમાં શુક્ર રત્ન કહેવાયો છે આ ધનતેરસે હીરાની ખરીદી થી સૌભાગ્યશાલી રહેશે. તેનાથી આપના પાસે ધન અને યશ વધશે. મહિલાઓ માટે ખરીદી શુભ રહેશે.
– ચાંદીનો સિક્કો તથા વાસણ ખરીદવાથી શુભ રહેશે લક્ષ્મી પૂજન માટે ચાંદીનું વાસણ ખરીદો અને તેમાં માતા લક્ષ્મીની પુજા કરો ચાંદીના લક્ષ્મીજી તથા ગણેશજી પણ ખરીદી શકાય છે. પૂજન પછી પોતાની તિજોરીમાં પણ રાખી શકાય અને નિયમિત ધૂપ દીવો કરવાથી ધન વૃધ્ધિ થાય છે.
– ધનતેરના દિવસે ધાણા ના બી ખરીદો અને ધાણા ધનનું પ્રતિક છે. લક્ષ્મી પૂજન પછી માતાને ધાણાના દાણા અર્પણ કરો પછી બગીચામાં થોડા દાણા વાવી દો પછી કોડી અને ગોમતી ચક્ર સાથે તિજોરીમાં રાખો.
– આ ધનતેરસે પત્નીને લાલ વસ્ત્ર તેમજ શૃંગાર લાવી આપો. અવિવાહીત અન્ય સુહાગન ને પણ આપી શકે.
– તિજોરી અને સ્ટીલ ના વાસણ ખરીદવા માંગો છો તે પણ ખરીદી શકો પરંતુ રાહુ ની વસ્તુ હોવાના કારણે એલ્યુમીનીયમ અને કાચ ની વસ્તુ ખરીદી ધનતેરસના દિવસે ન કરો તો સારું રહે.
(સુત્રોમાંથી )

NO COMMENTS