ધૂપની મહત્તા ધાર્મિક ભાવનામાં છે તેટલી વિજ્ઞાનમાં પણ છે..

0
659

મા-જગદંબાને બધા ધૂપોમાં ગુગળનો ખુબ પ્રિય છે. આથી દરરોજ ઘેર-દેવમંદિરો ને હવનાદિકાર્યોમાં ગુગળનો ધૂપ વધુ વપરાય છે. ધૂપની મહત્તા જેટલી ધાર્મિક ભાવનામાં છે, તેટલી જ વિજ્ઞાનની ભાવનામાં પણ રહેલી છે. સ્થળની હવા જરા પણ બગડેલી માલૂમ પડે અને ચેપી રોગોનું જોર વધારે પ્રમાણમાં આવે, ત્યારે વિદ્વાનો હવન હોમ કરવા ભલામણ કરે છે.તેથી વાતાવરણ શુદ્ધ થઇ ચેપી રોગના પરમાણુઓ નષ્ટ થઇ ઘણી વખતે રોગનાશક હુમલાઓ તરત બંધ થતા જોવામાં આવે છે. જે ઘરમાં વૈશ્ર્વદેવ યજ્ઞ નિયમિત થાય છે, તે ઘરના લોકોમાં ોઇપણ ચેપી રોગ લાગુ પાડવાનો ભય રહેતો નથી. સુગંધિત દ્રવ્યોના ધૂપથી વાતાવરણ શુદ્ધ થઇ મનુષ્યોને નિરોગી એ બળવાન તેમજ સુખી રાખે છે. વિશેષ કરીને ગુગળનો ધૂપ વાતાવરણને એકદમ સુધારે છે,કારણ કે ગુગળ જંતુનાશક છે.ગુગળના ધુપ સંબંધે અથર્વવેના કાંડ 19ના મંત્ર 30માં લખેલુંક છે કે –
ગુગળ સુગંધિત વાસ ફેલાવે છે, તેથી યક્ષ્મા, ક્ષય વગેરે વ્યાધિઓ પીડા કરી શકતા નથી. વળી શપથ(શાપ) કે કોઇની બદદુઆ કે કોઇનું મરણ, મોહન, ઉચ્ચાટન, મંત્રતંત્ર ગુગળનો ધૂપ લેનારને સતાવી શકતાં નથી.
ગુગળના ધૂપમાં જંતુનાશક અજબ શક્તિ રહેલી છે. વળી તે શરીરમાં પ્રવિષ્ટ થયેલ જંતુને નષ્ટ કરી રોગોનો રોગ દૂર કરે છે. આજકાલ ભારત વર્ષમાં ક્ષય રોગોની દોડાદોડી છે, તેનું ખાસ કારણ જોવામાં આવેલ છે કે, આપણે આપણા પૂર્વજ ઋષિમુનિઓની બતાવેલી પ્રણાલિઓને વિસરતાં જઇએ છીએ.ગુગળનાં ધૂપથી ક્ષય આદિ સંક્રામક રોગોનો પંજો દૂર થાય છે. બીમાર માણસને સવાર-સાંજ ગુગળનો સુગંધિત ધૂપ દેવાથી જંતુવાળા ચેપી રોગના કીટાણુઓનો નાશ થાય છે. સળેખમ કે ખાંસી, ઇન્ફલ્યુએન્ઝા વગેરે દર્દમાં ગુગળનો ધુપ ઉપયોગી છે. વૈદકશાસ્ત્રમાં અનેક સ્થળે ગુગળનું ધુમ્રપાન કરવા જણાવેલ છે. સીસમ, દેવદાર, ચંદન, દેવચંદન આદિ વસ્તુઓનો ધુપ કીટાણુઓને હણે છે ને ચેપી રોગનાં દર્દીને બચાવે છે.
આથી ધૂપ મહિમાને નહિ વિસારતાં તેને પુન: સતેજ કરવાની જરુર છે. ગુગળની માફક લોબાનનો ધૂપ ન્યૂમોનિયાનો ચોક્કસ ઉપાય છે.
નડતા ગ્રહો પર ધૂપનો ઉપાય
સૂર્ય જેને નડતો હોય તેણે સૂકાં આમળા ને ઘીમાં બોળી રોજ સવાર સાંજ ઘરમાં ધૂપ કરવો. ચંદ્ર નડતો હોય તો અગ્નિ પર મધ નાખી તેનો ધૂપ કરવો. મંગળમાં લાલ ચણોઠીના માથે કાળુ હોય છે. તે લીલી કે સૂકી જે મળે તેને ઘીમાં બોળી ધૂપ કરવો. ગુરુ માટે ચણાની દાળ ઘીમાં શેકીને પછી ધૂપ કરવો. શુક્ર માટે હળવદરને ઘીમાં મેળવી ધૂપ કરવો. શનિ માટે કાળા તલને ઘીમાં ભીંજાવી ધૂપ કરવો.
ભૂત વળગ્યું હોય તો દેવતામાં મરચાં નાખી તેની ધૂણી આપતાં ભૂત દૂર થાય છે. બાળકને નજર લાગી હોય તો બકરીની લીંડી નંગ 5 તથા તેજ બાળકના બોચી આગળના વાળનાં ત્રણ ટૂકડા ઘીમાં ભેળવી કોડીયામાં અગ્નિ મૂકી ધૂપ કરવો. બાળકને ધૂણી સહજ લાગે તેમ કરવું.
હસ્તાળનો ધૂપ મચ્છરને દૂર કરે છે, ગંધકનો ધૂપ છાતીનાં દર્દો મટાડે છે. હળદરનો ધૂપ હીસ્ટીરીઆ પર અસર કરે છે. ચામડાંને ચીંથાના ધૂપથી ઘરમાં સાપ હોય તો તે જતો રહેહ છે. જગદંબા માટે ગુગળનો ધૂપ ઉત્તમ છે.
સુખડ, કયુરકાચલી, રતાંજલી, વાળા, ખારેક, કોપરું, સોપારી, હળદર, મોરસ, મધ, ઘી વિગેરેનું મિશ્રણ કરીને ધૂપ કરતાં ઘરમાં દેવતાઓનો વાસ થાય છે.

NO COMMENTS