ધ્રોળ ની 400 વર્ષ જૂની ગરબી : પુરુષો ધોતીયું- મુકટા પહેરી ગરબી લેવામાં આવે છે

0
314

(તેજસ વ્યાસ-ધ્રોળ દ્વારા)
અતિ પ્રાચીન અને પવિત્ર વાતાવરણમાં માત્ર પુરુષો જ માતાજીના ગરબા ગાય એવી જુજ પરંપરાગત ગરબીઓમાંથી એક ધ્રોળ શહેરમાં વ્યાસ ડેલી, સતવારા ચોરા પાસે, બહુચરાજી માતા ના સાનિધ્યમાં ગરબી નું આયોજન આદિકાળથી થઇ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, માત્ર પુરુષો જ આ ગરબીમાં ગરબા લઇ શકે છે અને તે પણ માત્ર ધોતીયું-મુગટા પહેરીને ફકત માતાજી ના ગરબા ગાય છે. આ ગરબીની એક ખાસિયત છે કે, અહીં કોઇ આધુનિક વાજિંત્રનો ઉપયોગ કરવામાં આવતો નથી. તાલ અને છંદ જળવાઇ રહે તે માટે માત્ર નગારાં અને જાંજપખાલ નો ઉપયોગ ગરબી માં કરવામાં આવે છે. નગારા પણ અગ્નિ પાસે સેકી તેનો તાલ મેળવાય છે. આ ગરબીમાં માતાજી આદ્યશકિત ની સ્થાપના, સાતવાર, શણગાર, મીઠાનો રાસ, ઇશ્ર્વર વિવાહ, હમચી, પ્રાચીન ગરબાઓ ખૂબ જ ભાવપૂર્વક લેવાય છે જેથી સાંભળનારાઓ બહારથી આવીને એક ચિતે છેલ્લો ગરબો રંગમાં રંગમાં લેવાય ત્યાં સુધી સાંભળતા રહે છે. બીજી એક ખાસ વાત એ છે કે હવનાષ્મીને દિવસે રાત્રે શિવજીનો ઇશ્ર્વર વિવાહ ખૂબ જ ભાવપૂર્વક લયબદ્ધ ગવાય છે. અને નિયમિત શ્રોતાઓ આ ત્રણ કલાક ચાલતા ગરબામાં હાજરી એકરાર બને છે. છેલ્લે દશેરા ને દિવસે માતાજી ને વિદાય અપાય છે. અને સવારના પ્રથમ પહોર સુધી વિધિપૂર્વક પૂજા થાય છે. આમાં છેલ્લે માતાજીની હમચી ગવાય છે જે ખરેખર ભાવપૂવ4ક શ્રોતાઓ દશ દિવસ સાંભળતા હોય એમની આંખોમાં વિદાયની મંત્રોચ્ચાર વખતે અશ્ર્વુઓ આવી જાય છે. આ ગરબી દૂરદર્શન માં પણ રેકોર્ડ થયેલ છે.
યુવાનો દરેક ગામોથી પોતાનો વ્યવસાય નોકરી છોડી નવ દિવસ આવે છે. અને ઘણા લોકો ધ્રોળ થી માતાજી ના ગરબી માટે અપડાઉન પણ કરે છે. યુવાનો માટે પણ માતાજી ની ગરબી નું અનેરું મહત્વ છે. આ ગરબી લગભગ અંદાજીત 400 વર્ષ જેટલી જૂની છે. પરંપરાગત પ્રણાલી મુજબ આ ગરબીમાં કોઇ આધુનિકતા અને સમયનો રંગ નથી લાગ્યો.
આ પરંપરાગત ગરબી માં માતાજી ના ગરબા ના એક એક શબ્દ માણસોના હદય ને સ્પર્શી જાય છે. ઇશ્ર્વર વિવાહ સમયે માણસ ખૂદ શિવજી ની જાનમાં જોડાણા હોવાનો અહેસાસ થાય છે. આ ગરબીમાં ધોતીયું-મુગટા પહેરીને જ લેવામાં આવે છે. કોઇપણ વ્યકિત પેન્ટ પહેરી ગરબી લઇ શકતો નથી.

 

NO COMMENTS