ધૂળેટીની ધમાલ

0
29
happy dhulati
happy dhulati

(આસ્થા મેગેઝીન-મૌસમી પી. દવે)

હોળીના તહેવાર બાદ બીજા દિવસે ધૂળેટીનો પર્વ ઉજવવામાં આવે છે. આ તહેવારને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે. આ તહેવારની ઉજવણી રંગબે રંગી કલરો દ્વારા એક બીજા ઉપર રંગો છાંટીને કરવામાં આવે છે. અને પિચકારીઓમાં રંગીન પાણી ભરીને એકબીજા ઉપર ઉડાળવામાં આવે છે.
નાના મોટા સૌ નાત જાતનો ભેદભાવ ભુલીને અને ગરીબ અમીરનો ભેદભાવ ભૂલીને આ તહેવાર આનંદ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. નાના ભૂલકાઓથી લઇને મોટાઓ સુધી બધાનો આ તહેવાર ખૂબજ પ્રિય ગણાય છે. આ દિવસે સવારથી જ લોકો આનંદ ઉત્સાહમાં આવીને જાત જાતના રંગો અને પિચકારીઓ લઇને પોતાના સગા સ્નેહિઓ અને મિત્રોને ત્યાં રંગે રંગવા જાય છે. અને ઉમંગભેર આ તહેવારની ઉજવણી કરે છે. આ દિવસે લોકો વેર-ઝેર ભૂલીને નવા વર્ષની ઉજવણી કરે છે. અને ભાઇચારાનો સંદેશ પાઠવે છે.
પહેલાના સમયમાં ધૂળેટીના તહેવાર માટે કેસુડાના ફૂલોથી જ રંગીન પાણી બનાવીને ધૂળેટી રમવાનો રિવાજ હતો. ફાગણ મહિનો આવતાની સાથે જ ખાખરાના વૃક્ષો ઉપર પાનના બદલે ફૂલોની મૌસમ છલકાય છે. આખું વૃક્ષ કેસરી રંગનું જોવા મળે છે.
આ કેસુડાનાા ફૂલો પાણીમાં ઉકાળીને કલર બનાવવામાં આવે છે જે માણસના સ્વાસ્થ્ય માટે લાભપ્રદ હોય છે. પરંતુ સમય બદલાતા જાત જાતના કેમીકલ્સ વાળા કલરો, વિવિધ ચાઇનીઝ પિચકારીઓનો યુગ આવી ગયો છે. જે અત્યારના સમયમાં ખૂબ જ નૂકશાનકાર સાબિત થાય છે. લોકો તહેવારનો આનંદ માણવાના બદલે તેનો દુરુપયોગ કરતા થઇ
ગયા છે.
પૈસાની લાલચના કારણે વેપારીઓ પણ સમાજના સ્વાસ્થયને ધ્યાનમાં રાખતા નથી. સાથો સાથ પાણીનો પણ બેફામ બગાડ થઇ રહ્યો છે. માટે ઘણા વિસ્તારોમાં પણ તેની સભાનતા આવી ચૂકી છે. માટે માત્ર તિલક હોળી રમવાનું જ પસંદ કરાય છે. તહેવારોને જો તેના મુળભૂત સ્વરૂપોમાં જ ઉજવવામાં આવે તો સમાજનું અને આપણું હિત સમાયેલું છે.
ધૂળેટી એટલે માણસે માણસના જીવનમાં ઉત્સાહ અને આનંદ રૂપી જીવન રંગભર્યો બનાવવાનો તહેવાર છે. માણસે પોતાના જીવનમાં ભૂતકાળના અણબનાવો કે વેરઝેર ભૂલી રંગેથી રમી અને વેરઝેરને ભૂૂલવાનો અવસર છે. જયારે આજના સમયમાં કોઇની પાસે તહેવાર ઉજવવાનો સમય પણ નથી ત્યારે આપણે આપણી સંસ્કૃતિ અને વારસાને નષ્ટ કરતા જઇએ છીએ. માટે માણસના જીવનમાં તનાવભરી જીંદગી જીવી રહ્યો છે. આવા સંજોગોમાં દરેક તહેવારોનું કંઇને કંઇ મહત્વ સમજી ઉજવીએ તો જીંદગી હર્ષોલ્લાસથી પસાર થાય.

NO COMMENTS