સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ એટલે મકર સંક્રાંતિ : મકર સંક્રાતિનું રાશીફળ

0
164
Dip in the river
Dip in the river

મકર સંક્રાંતિમાં સૂર્યની રાશીમાં પરિવર્તનથી અંધકારથી પ્રકાશ તરફ જવાનું અગ્રેસર છે. પ્રકાશ વધવાથી પ્રાણીઓની ચેતનતામાં એવં કાર્યશકિતમાં વૃદ્ધિ થાય છે. તેથી ભારતમાં સૂર્યની પૂજા અને ઉપાસના કરવામાં આવે છે. ભારતીય પંચાગ પદ્ધતિની બધી તીથિઓ ચંદ્રમાંની ગતિ ને આધારે નિર્ધારીત છે. પરંતુ મકર સંક્રાંતિના સૂર્યની ગતિે આધારિત છે. તેથી જ આ તહેવાર 14 જાન્યુઆરીના જ હોય છે.
પૌરાણિક કથા : એક માન્યતા મુજબ ભગવાન ભાસ્કર એજ દિવસ પુત્ર શનિને મળવા સ્વયં એને ઘરે જાય છે. જયારે શનિ મકર રાશીના સ્વામી છે અત : એમ કહેવાય છે એટલે મકર સંક્રાંતિ કહેવાય છે.
મહાભારતમાં ભીષ્મ પિતામહ પોતાના દેહત્યાગ માટે મકર સંક્રાંતિનો દિવસ જ માગ્યો હતો. મકર સંક્રાંતિના દિવસે જ ગંગાજી ભગીરથઋષીની પાછળ પાછળ ચાલીને કપિલમૂનિના આશ્રમથી થઇને સાગરમાં મળ્યા હતા. મકર સંક્રાતિના દિવસે ત્રિવેણી કે સંગમ તિર્થોમાં સ્નાન કરીને બ્રાહ્મણને દાન આપવાનો અનેરો મહિમા છે. તેમાં પણ તલ, મગ, ચણા,ચોખા, વસ્ત્ર, વગેરેનું દાન કરી રાશીને અનુસાર દાન આપવાનું મહત્વ છે. ગંગાસાગરમાં આ દિવસે લાખો લોકોની ભીડ જામે છે. તે દિવસે સાત ધાનને ભેગા કરીને ખીચડો પણ બનાવવામાં આવે છે. અને તેથી જ કહેવાય છે. સારેતીરથ બાર બાર ગંગા સાગર એક બાર.

મકર સંક્રાતિનું રાશીફળ

મેષ : ભાગ્ય સુધરતું જણાય,પ્રગતીની તક મળે, સ્નેહિથી મિલન, યાત્રાયોગ બને
વૃષભ : સામાજીક કાર્ય થાય, નાણાકિય ખર્ચ વધે, વિલંબનો અને વિઘ્નોનો અનુભવ
મિથુન : મહત્વની સમસ્યાઓ હલ થાય. ગૃહજીવનમાં મનમેળ રાખજો.
કર્ક : આરોગ્ય સાચવવું, એલર્જીની શકયતા, નાણાભીડ અને વ્યર્થ ખર્ચાઓ જણાય.
સિંહ : માનસિક તણાવ દૂર થાય. પ્રિયજન અને સગા સંબંધીઓથી મિલન પ્રવાસ ફળે.
ક્ધયા : અગત્યના કામકાજો સફળ બને. વાહન, મકાન અંગે આનુકૂળ તક મળે ચિંતાનો ઉકેલ મળી આવે.
તુલા : સ્વજનોનો સહયોગ યાત્રા ફળદાયી રહે, ખર્ચ વધે વાદ વિવાદથી દૂર રહેજો.
વૃશ્ર્ચિક : આવક કરતાં જાવક વધશે. કૌટુંબિક સમસ્યા ઉકેલાય,સ્નેહિથી મિલન થાય.
ધન : આપની મનની આશાઓને પૂર્તિ માટે વધુ પરિશ્રમ જરૂરી બને. ગ્રહવિવાદ ટાળજો. નિરાશા દૂર રાખજો.
મકર : અણધાર્યા ખર્ચા જણાય. માનસિક તાણાવ હળવું બને. નોકરી ધંધામાં કામ વધશે.
કુંભ : પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો.તણાવ દૂર થાય. સંતાનોની સમસ્યા દૂર થાય.
મીન : આપના કાર્યક્ષેત્રે ધીમી પ્રગતિની તક મળે, માનસિક રાહત જણાય, યશ માનની આશા ફળતી લાગે.

NO COMMENTS