દિવાળીમાં દેવી લક્ષ્મી ને પ્રસન્ન કરો : પૈસાની કમી દૂર થશે

0
158

દિવાળી ની રાત્રીના દેવી લક્ષ્મી ની પૂજા આપ અને આપનો પરિવાર કરતો હશે. પરંતુ જરુરી નથી કે દેવી લક્ષ્મી આપ ઉપર મહેરબાન હોય, આપણે જોતા હશું આપણા કરતા બીજાના ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા વધારે હોય છે. દિવાળીના દિવસે એવી ચીજો ખાસ લાવો જેનાથી દેવી લક્ષ્મી આપ ઉપર પ્રસન્ન રહે. આ અમુક વસ્તુ દેવી લક્ષ્મીનું સ્વરુપ માનવામાં આવે છે. અને જે ઘરોમાં આ ચીજો ને રાખવામાં આવે છે તે ઘરમાં દેવી લક્ષ્મી સદા વાસ કરે છે.
– ક્રિસ્ટલ મીઠું એટલે કે દડયા વગરનું મીઠું લઇને ઉત્તર પૂર્વ દિશાના ખુણામાં એક વાટકીમાં રાખી મુકી દો. જો આપ ચાહો તો પ્લાસ્ટીક બેગમાં બાંધી ને પણ રાખી શકો છો. ઉત્તર અને પૂર્વ દિશાને ધન અને દેવતાઓની દિશા માનવામાં આવે છે. મીઠું ધન આવવા ની નકારાત્મક ઉર્જા ને ખેંચી લે છે.
– આખા ધાણા ધન ને આકર્ષિત કરનાર માનવામાં આવે છે. ધનતેરસ ના દિવસે ધાણા ને ખરીદી કરી ઘરમાં લયાવો અને દેવી લક્ષ્મી ને અર્પણ કરો અને એક પોટલીમાં બાંધી કબાટમાં રાખી દો.
– કમલ ગટ્ટા ની માળા તથા તેના દાણા પોતાના ઘરમાં રાખોે આ દેવી લક્ષ્મી ને પ્રિય ફુલ કમળ ના બીજ છે. આનાથી ધન અને બરકત રાખવાની ક્ષમતા છે.
-ગાંઠા વાળી થોડી હળદળ ના ટુકડા જો કાળી હળદર મળે તો તે વધુ ફાયદાકરક હોય છે.
– કૌડી દેવી લક્ષ્મી ની જેમ પાણીમાં ઉત્પન્ન થાય છે. જૂના સમયમાં કૌડી જ ધન મનાતું હતું. તેનાથી વસ્તુ ખરીદી શકાતી હતી. માનવામાં આવેછે કે કૌડિ, કિસ્ટલ મીઠું હળદર, ધાણા અને કમલ ગટ્ટા એક પોટલીમાં બાંધી તિજોરીમાં રાખવાથી ધનની કમી નથી થતી.

(સુત્રોમાંથી )

NO COMMENTS