દિવાળી ના શુભ મૂહર્ત : લક્ષ્મી- ચોપડા પૂજન કયારે ?

0
254

મહાલક્ષ્મી માતા પૂજન તેમજ દિવાળી નો મહાપર્વ આ વર્ષે રવિવાર તા. 30 ઓકટોબરના રોજ છે. આ દિવસે ચિત્રા-સ્વાતી નક્ષત્ર છે. આનાથી લક્ષ્મીમાતાની અપાર કૃપા થશે. આ દિવસે પ્રીતિ યોગ તથા ચંદ્ર માં તુલા રાશિમાં પ્રવેશ કરશે.
દિવાળીના પર્વે લક્ષ્મીપૂજન માટે અમાસ ની તિથી, પ્રદોષ કાળ, શુભલગ્ન તથા ચોધડિયા મુહૂર્ત વિશેષ મહત્વ રાખે છે. આ માટે વધારે પડતું લોકો આ મુજબ જ લક્ષ્મી પૂજન કરે છે.
પ્રદોષ કાળ, સ્થિર લગ્ન તથા કુંભ નો સ્થિર નવાંશ ના કારણે લક્ષ્મી પૂજન નો શ્રેષ્ઠ સમય 13 મિનિટ નો સમય એટલે કે 6.50 થી 7.03 સુધી નો નકકી કરાયો છે.

પ્રદોષ કાળમાં લક્ષ્મી પૂજન મુહર્ત
આ દિવસે 5.42 થી 8.17 સુધી પ્રદોષ કાળ રહેશે માટે લક્ષ્મી પૂજન કરી શકાશે
ઉપરાંત ચોઘડિયા મુજબ લક્ષ્મી પૂજન કરતા તેમાં પણ શુભ, લાભ, અમૃત તથા ચર ના ચોઘડિયા લક્ષ્મી પૂજન માટે સારા માનવામાં આવે છે. જે ચોઘડિયા થી લક્ષ્મી પૂજન કરી શકાય તે શુભ, અમૃત તથા ચર સાંજે 5.42 થી રાત્રે 10.34 સુધી તથા લાભ ચોઘડિયા મધ્યરાત્રી પછી 1.48 થી 3.25 સુધી પુજન કરી શકાય છે.

(સુત્રોમાંથી )

NO COMMENTS