દિવાળી ની ખરીદી : બજારોમાં ભીડ : સેલ અને નવી સ્કીમો નો લાભ

0
52

ત્યૌહાર શરુ થતા પહેલા જ બજારો ધમધમવા માંડે છે. લોકો દિવાળી આવતા પહેલા જ ઘરવરખરી અને અન્ય વસ્તુઓની ખરીદી ચાલુ કરી દે છે. ત્યારે તમામ શહેરોની બજારોમાં ધરાકી જોવા મળી રહી છે જયારે આ વર્ષે ઓનલાઇન શોપિંગ નો પણ ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. અમુક વર્ગ એવો છે કે જે ઘર બેઠા જ વસ્તુ ની ખરીદી કરી લેતા હોય છે.
પરંતુ લોકોમાં દિવાળીના દિવસોમાં લોકો ની માનસિકતા મોલ અને બઝાર માંથી વસ્તુ ખરીદવાનો ક્રેઝ હજુ અકબંધ છે. દિવાળી આવતા જ કપડા, ઇલેકટ્રોનિક આઇટમસ માં નવી નવી સ્કિમો અને સેલ આવી ગયા છે. બજારમાં થોડો મંદી નો માહોલ જોવા મળતા વેપારીઓનું કહેવું છે દર વર્ષ કરતા ધરાકી થોડી ઓછી છે. લોકો ફરજીયાત ન ચાલે તેવી જ વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે.
આ વર્ષે સાથે સાથે ચાઇનીઝ આઇટમનો બહિષ્કાર જોવા મળતા લોકો હવે ઘરેલું ચીજોની જ ખરીદી કરી રહ્યા છે. કપડા માં વિવિધ બ્રાન્ડો માં પણ સેલ ચાલી રહ્યા છે. લોકો પોતાના ઘર સાફ કરી જૂની વસ્તુનો નિકાલ કરી નવી ચિજ વસ્તુ બજારમાંથી ખરીદી કરતા હોય છે. સાથો સાથે બૂટ, ચંપલ જેવી ચીજો માં પણ નવી પેટર્ન અને સેલ આવી ગયા હોય છે. મુખવાસ, રંગોળી, કલર તોરણ, ડેકોરેશન, નાસ્તા વગેરેની આઇટમોમાં તેજી જોવાઇ રહી છે.
જયારે ઓટોમોબાઇલ્સમાં પણ નવી નવી સ્કીમો આપવામાં આવી રહી છે. બાઇક, કાર માં પણ સ્કીમો અને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે.

NO COMMENTS