દીવડા નો ઇતિહાસ ઝગમગતો છે

0
66

(-ડો. ચંદ્રકાંત ત્રિવેદી,અજમેર)

દિવાળી ની ઉજવણી ને વૈદિકકાળમાં વિશેષ મહત્વ મળ્યું. વૈદિક કાળમાં દિપાવલીને દિપાન્વિતા નામથી ઓળખવા માં આવતી.
દીવડાઓનો ઇતિહાસ ઝગમગતો છે. ઇ.સ.700 નાં અશ્મિયુગમાં પથ્થરમાંતી કોતરેલો દીવો પ્રાણીજન્ય ચરબી થી પ્રકટાવવા માં આવતો આવા દીવડાંનો ઉપયોગ એકસીમા બેટ ના લોકો કરતા. આ પ્રકારનો ખંડિત દીવો ઇ.સ. 1928 માં મળી આવેલો. ભૂમધ્ય સમુદ્ર કિનારે થી છીપલાં ના દીવા વપરાતા હોવાનો ઉલ્લેખ ઇ.સ. 800 ના કાફમાં મળી આવેલ છે. ઇ.સ. 800 માં ગાળામાં દિવાળીના તહેવારને દીપાવલી એવું નામાભિધાન કરવામાં આવેલું.
ભારતમાં પ્રાચીન ઇતિહાસમાં દીવડાંનો આકાર ચોરસ હતો. તેમાં ચારખૂણે દીવેટ રાખવા માટે હાથ થી દબાવીને સ્થાન બનાવવામાં આવતું હડપ્પા અને સિંધુ સંસ્કૃતિ ના સમયમાં ગોળાકાર દીવડાં મળી આવે છે.
મુગલકાલ માં દીવડાઓ ખૂબ જ લોકપ્રિય થયાં. મુગલકાલ ના અનેક ચિત્રો માં દિપાવલીના દીવડાઓ જોવા મળે છે. આ કાળમાં સંગીત ક્ષેત્રમાં દિપક ના નામથી દિપકના રાગનો પ્રાદુર્ભાવ થયો.
મંદિરોમાં કે પર્યાવરણ માં દીવા પ્રકટાવવા આપણી પ્રાચીન સંસ્કૃતિ ની પરંપરા છે. આકાશમાં પણ સૂરજ, ચંદ્ર, તારલાં દીવડાંના રુપ જ છે.
દક્ષિણ ભારતમાં દીપવૃક્ષ સજાવવા માં આવે છે. શુકદીપ, કપોતદ્વીપ, મયૂર દ્વીપ, આપણાં જીવાત્મા નો દીવો પ્રકાશનું પ્રતીક છે.
વરસે ભલે વાદળી નેૈ વાયુ ભલે વાય,
મીઠી તારો દીવડો તો યે ન બુઝાય
ગરબામાં દીપક પરમ તરફ જોડે છે.
મામાના ઘર કેટલે ? દીવો બળે એલટે..!બાળકોના મોઢે ગવાતી કવિતામાં દીવાનો ભાવાત્મક સંબંધ પરિવાર સાથે જોડાયેલો છે.

– ડો. ચંદ્રકાંત ત્રિવેદી
રીજનલ કોલેજ, કોટડા,
તેજાચોક રોડ
અજમેર-305004
રાજસ્થાન

NO COMMENTS