50 વર્ષની સિંગલ મહિલા સિંગલ મધર બની : ડો. ભાવેશ વિઠલાણીની દેખરેખ હેઠળ

0
38
doctor vithlani rajkot
doctor vithlani rajkot

મેડિકલ સાયન્સની અપ્રતિમ સિધ્ધી
ડો. ભાવેશ વિઠલાણીની દેખરેખ હેઠળ રંજનબેન નિમાવતે લક્ષ્મીજીને જન્મ આપ્યો.

રાજકોટ : આજે જયારે વિજ્ઞાન તેના વિકાસની ચરમસીમા પરછે. ત્યારે વિજ્ઞાનની મદદથી દરરોજ એવા કિસ્સા બહાર આવે છે જેને આપણે અત્યાર સુધી અશકય માનતા હતા. આજે ભારત સિવાય વિશ્ર્વના અન્ય દેશોમં તેમજ આપણા મેટ્રોસીટીમાં સિંગલ મધર બનવાના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે ઋઢિવાદી ગણાતા આપણા સૌરાષ્ટ્રમાં જુનાગઢના એક મહિલા રંજનબેન નિમાવત દ્વારા રાજકોટની શ્રધ્ધા હોસ્પિટલમાં અદ્યતન સારવાર પધ્ધતિની મદદથી પ0 વર્ષની પાકટ વયે માતા બનવાનો કિસ્સો બહાર આવતા લોકોમાં એક આશ્ર્ચર્યની લાગણી જન્મી છે.
આજથી દોઢ વર્ષ પહેલા જુનાગઢમાં રહેતા અને નર્સીંગ વ્યવસાય સાથે જોડાયેલા રંજનબેન નિમાવત કે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી એકલવાયુ જીવન વિતાવતા હતા. આવા સમયે તેમના મનમાં તેમની વૃધ્ધાવસ્થાનો સહારો કોણ બનશે તેવા વિચારો તેમને કોરી ખાતા હોઇ અને મોટા શહેરોમાં એકલી મહિલાઓ સિંગલ મધર બની માતૃત્વ ધારણ કરતી હોય તેવી વાત ધ્યાનમાં આવતા તેમણે પણ સમાજને નવતર રાહ ચિંધવા અને એકલવાયું જીવન વ્યતિત કરતી મહિલાઓના સશકિતકરણની દિશામાં સિંગલ મધર બનવાનો મનોમન નિર્ણય લીધો હતો. ત્યારબાદ તેમણે આ માટે રાજકોટમાં શ્રધ્ધા હોસ્પિલટમ અને મા ટેસ્ટ ટયુબ બેબી સેન્ટર ચલાવતા પ્રખ્યાત ગાયનેકોલોજીસ્ટ અને ઇન્ફર્ટીલીટી સ્પેશ્યાલીસ્ટ (વ્યંધત્વ નિષ્ણાંત) ડો. ભાવેશ વિઠલાણીનો સંપર્ક કરી તેમની સલાહ લઇ સિંગલ મધર બની માતૃત્વ ધારણ કરવાની અદ્યતન પધ્ધતિની સારવાર કરાવેલ હતી. જેમાં ડો. ભાવેશભાઇ વિઠલાણીએ તેમનું કાઉન્સેલીંગ કરી હાલના તબીબી જગતમાં અદ્યતન અને પરિણામલક્ષત્રી ગણાતી ટેસ્ટ ટયુબ બેબી સારવાર પધ્ધતિથી રંજનબેન નિમાવતની સારવાર કરેલ હતી. જેના પરિણામે રંજનબેનની કુખે ગત સપ્તાહમાં પુત્રીનો જન્મ થયેલ હતો. આમ, જુનાગઢના આ પ0 વર્ષના મહિલા રંજનબેન નિમાવત પોતાના અડગ નિર્ણયથી એકલપંડે માતા બનવાનું સ્વપ્ન સાકાર કરેલ છે.
આ બાબતે રંજનબેનનિમાવતે જણાવ્યું હતું કે આજે જયારે સામાજિક વ્યવસ્થા ખોરવાઇ રહી છે ત્યારે ઘણી બધી મહિલાઓ કોઇ પારિવારીક લાગણીની હૂંફ વગર એકલવાયું જીવન ગુજરાતી હોય છે અને તેને તેના કારણે અનેક પ્રકારના મેણાટોણા સાંભળવા પડે છે. આવા સમયે જો તે સિંગલ મધરબની અને પોતાના સંતાનની માતા બને તો તે સંતાન તેની વૃધ્ધાવસ્થાનો સહારો બની શકે છે અને પુરુષ પ્રધાન સમાજમાં મહિલાઓ સશકત બની પોતાનું જીવન સ્વમાન સાથે જીવી શકે છે. તેઓ આવી રીતે સિંગલ મધર બન્યા બાદ ખુબજ ખુશ હોવાનું જણાવી આ માતૃત્વ માટે ડો. વિઠલાણી સાહેબનો આભાર વ્યકત કરેલ હતો.
આજના સમયમાં જયાર સામાજિક પરિવર્તનના ભાગરુપે સમાજમાં ત્યકતા કે એકાંકી મહિલાઓની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે ત્યારે આવી દરેક ત્યકતા કે અપરણિત રહેલ મહિલાને રંજનબેનના આ નિર્ણયે નવો રાહ ચિંધેલ છે.
-મા ટેસ્ટ ટયુબ બેબી સેન્ટર
ડો. ભાવેશ વિઠલાણી

NO COMMENTS