નેત્રદાન મહાદાન

0
472

નેત્રદાન સરળ તથા ઉત્તમ છે. મૃત્યુ પછી થતું હોવાથી દાન કરનારને કાંઇ નુકસાન કે જોખમ નથી. આંખોનું દાન પોતાનું વસીયતનામું કરીને અથવા કુટુંબીજનોને જાણ કરીને કરી શકાય. અથવા મરનારનાં નજીકનાં કુટુંબીજનો સ્વૈછિક રીતે નેત્રદાન કરી શકે છે.
નેત્રદાનમાં કોર્નીયાનો ઉપયોગ થાય છે. તેની મરનારની આંખો ખુલી રહી ગઇ હોય તો બંધ કરી દેવી જોઇએ. જો બંધ ન થાય તો રુનાં ભીનાં પોતા મુકવાં અને બારી બારણાં અને પંખા બંધ કરી દેવા જેથી પવનને લીધે આંખોના કોરનીયા સુકાઇને ખરાબ ન થઇ જાય. અને તરત જ નજીકની ચક્ષુબેંક અથવા નેત્ર હોસ્પિટલના ડોકરટને નેત્રદાન માટે જાણ કરી દેવી. નેત્રદાનમાં માનનાર કુંટુંબ અગાઉથી ચક્ષુબેંક નેત્ર હોસ્પિટલના ટેલીફોન નંબર લઇ લેવા.
મૃત્યુ બાદ આંખ છથી આઠ કલાક પછી નકામી થઇ જાય છે. તેથી તેને શકય હોય તેટલી વહેલી કાઢીને રસાયણમાં સુરક્ષીત કરી દેવી પડે. તેથી જાણ થતાં જ ડોકટરો તેના સાધનો લઇને ઝડપથી આવી જાશે. તેઓ બન્ને આંખોની આખઆ ડોળા કાઢી રસાયણની બોટલમાં મૂકી તેને બરફવાળા થર્મોસમાં સુરક્ષિત કરી દેશે. બે ત્રણ દિવસમાં ઓપરેશનની અંધ વ્યકિતની તે આંખ રોપી દેવામાં આવે છે. તેમ છતાંય આંખને 4-6 મહિના સાચવી શકાય છે.
નેત્રદાન નાના મોટા, સ્ત્રી-પુરુષ, બાળકો, વૃધ્ધો કોઇ પણના મૃત્યુ પછી થઇ શકે છે. ચશ્માના નંબર હોય, વ્યસન હોય તો પણ નેત્રદાન થઇ શકે છે.

NO COMMENTS