બીજા ના બેંક એકાઉન્ટમાં પોતાનું કાળુ નાણું જમા કરવા વાળા ચેતજો

0
234
dont credit other person credit in ur ac

બીજા ના બેંક એકાઉન્ટમાં પોતાનું કાળુ નાણું જમા કરવા વાળા ઉપર સરકાર ની પકડ થી નહીં બચી શકે ઇન્કમ ટેક્ષ વિભાગે આવા લોકોને ચેતવ્યા છે. જો કોઇ એવું કરે છે અને પકડાશે તો તેને સાત વર્ષની સજા થઇ શકે તેવી જોગવાઇ છે. આઇ ટી વિભાગે જણાવ્યું કે આવું કરતા કોઇ ઝડપાશે તો તેમના સામે બેનામી ટ્રાન્જેકશન એકટ અંતગર્ત મામલો દાખલ થઇ શકે છે. જો તેમાં તે દોષી ઠરે તો સજા રુપે તેને વધુમાં વધુ સાત વર્ષની સજા થઇ શકે છે.
સુ6ોના જણાવ્યાનુસાર રદ કરાયેલી નોટો ના ઉપયોગ બાદ વિભાગ દ્વારા એક સર્વમાં 200 કરોડ નું કાળુનાણું જાણવા મળ્યું છે. 8 નવેમ્બર પછી વિભાગે કુલ 50 કરોડ રુપિયા જપ્ત કર્યા છે. 500-1000 ની નોટ બંધ કયા4 બાદ વિભાગે આખા દેશમાં ઓપરેશન ચલાવી આવા સંદિગ્ધ ખાતાઓની ઓળખ કરી રહ્યું છે. આ કાયદો આ વર્ષના 1 નવેમ્બર ના રોજ લાગુ કરાયો છે. આ ચલ અને અચલ સંપતિ ઉપર લાગુ પડે છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS