હેપી બર્થ ડે દૂરદર્શન આજે સફળતાના 57 વર્ષ પુર્ણ

0
99

દૂરદર્શન કેન્દ્ર ને આજે 57 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે 1959 ની સાલમાં દિલ્હી ખાતેથી પ્રથમ પ્રસારણ દૂરદર્શન કેન્દ્ર નું કરવામાં આવ્યું હતું. જયારે પ્રારંભ કરાયો ત્યારે એક ના ના ટ્રાન્સમીટર થી કરાયો હતો. બાદમાં 1965 ની સાલમાં રેગ્યુલર ઓલ ઇન્ડિયા રેડિયો નું પ્રસારણનો પ્રારંભ થયો. શરુઆતના તબક્કામાં ફકત પાંચ મિનિટના સમાચારો પ્રસારીત કરાયા હતા. સૌ પ્રથમ પ્રતિમા પુરી ન્યૂઝ રીડર હતા. 1967 માં સલમા સુલતાન જોઇન્ટ કર્યું હતું ન્યુઝ એન્કર તરીકે. 1967 માં કૃષિ દર્શન કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. જે 26 જાન્યુઆરી 1967 માં પ્રથમ વખત ટેલીકાસ્ટ કરાયો.
1976 માં ટીવી સર્વિસ અને ઓલ ઇન્ડિયા રેડિયો નું પ્રસારણ વધારવામાં આવ્યું. 1982 માં નેશનલ બ્રોડકાસ્ટીંગ તરીકે ની નામના મેળવી. સૌ પ્રથમ દૂરદર્શન ઉપર પ્રસારીત કરવામાં આવેલી ધારાવાહિક હમલોગ, નુકડ્ડ, ડિસ્કવરી ઓફ ઇન્ડિયા વગેરે સીરીયલો દ્વારા દૂરદર્શન ખ્યાતી પામ્યું હતું. ભારતના 90 ટકા લોકો ડીડી દુરદર્શન નું પ્રસારણ મેળવી રહ્યા છે અને જોઇ રહ્યા છે.

NO COMMENTS