દિકરીનું નામકરણ માટે પી.એમ. ને પત્ર લખ્યો : નામ રખાયું વૈભવી

0
79

પી.એમ. નરેન્દ્ર મોદી એ ચુનાર કોતવાલી વિસતરના હાસીપુર ગામ ના નિવાસી ભરત સિંહ અને તેના પત્ની વિભા સિંહ ની નવજાત જન્મેલી દિકરી નું નામ વૈભવી રાખ્યું છે. પી.એમ. દ્વારા તેના યશસ્વી જીવન માટે આશીર્વાદ આપ્યા હતા.
વિભા ભરત સિંહના ઘરે 20 ઓગસ્ટે નાની પરી એ જન્મ લીધો હતો. પી.એમ. દ્વારા નામ રાખવા ઉપર પરિવાર ખૂશ હતું. પરિવારના લોકો વૈભવીને આંતરરાષ્ટ્રીય સ્તર ની ખેલાડી બનાવવા માંગે છે. જેથી દેશનું નામ રોશન કરી શકે.
પી.એમ. મોદી દ્વારા મહિલાઓ ને અપાય રહેલું સન્માન તથા બેટિયો નાં વિકાસ માટે વિચાર ઉપર હાસીપુર ગામ ના નિવાસી ભરત સિંહ પુત્ર યોગેશ સિંહ તેની પત્ની વિભા સિંહે નકકી કરેલ તેના ઘરે દિકરીનો જન્મ થાય તો પી.એમ. મોદી જે નામ રાખે તે રાખશું. તેમની ઇચ્છા પરીપૂર્ણ થઇ તેમના દ્વારા પી.એમ.ઓ ઉપર પત્ર લખી પોતાની વાત જણાવી બાદમાં થોડા સમય પછી પી.એમ.ઓ.માંથી ફોન ભરતસિંહ ઉપર ફોન આવ્યો અને જણાવ્યું કે આપની સાથે પી.એમ. વાત કરવા માંગે છે. તેમને માનવામાં ન હતું આવતું. બાદમાં નરેન્દ્ર મોદીએ વાત કરી અને જણાવ્યું કે દિકરીનું નામ વૈભવી રાખો જેમાં બન્ને માતા પિતાનું નામ નો અક્ષર આવી જાય છે. અને સાથે લેટર પણ મોકલાવ્યો હતો.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS