બધા ઘોંઘાટ વચ્ચે શાંતિનો કોશેેટો

0
45
Dr Gunvant B Shah
Dr Gunvant B Shah

(શ્રી ગુણવંતભાઇ શાહ -પ્રતિષ્ઠિત લેખક)

કરોડો સદીઓ ગઇ તોય હજી સુધી સૂર્ય અને અંધકાર એક બીજાને મળવા પામ્યા નથી. સૂર્યનું હોવું એટલે જ અંધકારનું હોવું. સૂર્ય અને અંધકાર વચ્ચે તકરાર શકય નથી, કારણ કે તકરાર માટે પણ મળવાનું જરૂરી હોય છે. આ જ તર્ક આગળ ચલાવીએ તો કહી શકાય કે જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે તકરાર નથી હોતી. જ્ઞાનનું
હોવું એટલે જ અજ્ઞાનનું ન હોવું. દીવો કદી અંધારા સાથે બાખડતો નથી. દીવો કેવળ પ્રગટે છે. તેથી કહ્યું :
પ્ગ્મરુબટ ર્ીં સળણપ્રૂ પ્રુડક્ષ સંસ્કૃતમાં ’ટપલ’ શબ્દની અર્થચ્થાયાઓ અનેક છે. તમસ્ એટલે અંધકાર, અજ્ઞાન, મૂર્છા, નિદ્રા, ક્રોધ, મોહ, દુ:ખ,પાપ, શોક, તમોગુણ ઇત્યાદિ. દિવાળી અટેલે કે અમાસની રાતે જે અંધારું હોય છે તે સ્થૂળ અંધારું તો દૂર થયુંં, પણ આપણી ભીતર પડેલા તમોગુણી અંધારાનું શું ? તમોગુણી અંધારુ તો બપોરના અજવાળામાં પણ કાયમ રહે છે. એથી ઊલટું મધ્યરાત્રિના અંધારામાં પણ સત્ત્વગુણનું અજવાળું પ્રકાશ પાથરતું રહે છે. સુરદાસ કે પંડિત સુખલાલજી આંખનું અજવાળું ખોઇ બેસે તોય ભીતરનું અજવાળું કાયમ રહે છે. ‘સબસે ઊંચી પ્રેમ સગાઇ’ જેવી પંકિત અંધ સુરદાસ આપી શકે છે. પંડિલ સુખલાલજી કહે છે : ‘ મમતા સંકુચિત મટી વ્યાપક બને ત્યારે જ તે સમતારૂપ થાય છે.
બંનેના મૂળમાં પ્રેમતત્ત્વ છે. એ પ્રેમ સંકીર્ણ હોય ત્યારે મમતા અને વિશાળ બને ત્યારે સમતા. આ જ સમતા ધર્મમાત્રનું ધ્યેય છે.’ જેમનું દર્શન આટલું ઊંડુ હોય, તેમને અંધત્વનું અંધારુ નડે ખરું ? સંસ્કૃતની ભાષાની ખૂબી તો જુઓ ! જગતની બીજી કઇ ભાષામાં અંધકાર અને અજ્ઞાન માટે ‘તમસ્’ જેવો એક જ શબ્દ પ્રયોજાયો હશે ? બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું : ’ટપલળજ્ઞ પળ ગ્રળજ્ઞરુટઉૃંપ્રૂ ’ દિવાળીના દિવસોમાં તમોગુણ ક્ષીણ થાય અને સત્ત્વગુણ વધે તે માટેની મથામણ થવી જોઇએ. ધનતેરસના દિવસે આપણી ‘ધનતેરસ’ ઓછી થાય તો એ તહેવાર ‘જીવતો’ ગણાય. આપણું સઘળું અજ્ઞાન અકબંધ રાખીને આપણે તહેવારોને ખાંડમય, ઘીમય, તેલમય, ભીડમય,ઘોંઘાટમય, ભોગમય, અને કર્મકાંડમય બનાવી મૂકીએ છીએ. તહેવાર સાથે વિચાર નથી જોડાતો. એવો તહેવાર કેલેન્ડરમાં લાલ રંગે છપાયેલી રજા બની રહે છે.’ટપલ’ કાયમ રહે છે.
યોગવાસિષ્ઠમાં ચેતનાની બે અવસ્થાઓ ગણાવવામાં આવી છે : અજ્ઞાનમય અવસ્થા અને જ્ઞાનમય અવસ્થા. વિકાસ માટે બીજી અવસ્થા ઉપકારક છે. જ્ઞાન સાથે પ્રકાશનો અનુબંધ આપણી ભારતીય પરંપરામાં દ્રઢ થયેલો છે. એમાં દીવાના કે સૂર્યના અજવાળાની વાત નથી, પરંતુ અંતરના અજવાળાની વાત છે. અંતરના અજવાળાનો સંબંધ સમજણ, જ્ઞાન અને વિવેક સાથે છે. નિશાળોમાં અને કોલેજોમાં અપાતું શિક્ષણ અંતરના અજવાળાને સંકોર્યા વિના જ માહિતીના ઢગલેઢગલા વિદ્યાર્થીઓ પર ઠાલવતું રહે છે. પી.એચ.ડી. થયેલી વિદ્યાર્થી પણ પોતાના જીવન વિશે વિચાર કરવા ટેવાયો ન હોય એવું જોવા મળે છે. આવી ઉચ્ચ કક્ષાની ‘અભણતા’ સદી જાય ત્યારે સુંદર વિચારોની ખલેલ માણસને પજવતી નથી. પુષ્પની સુવાસ કેવળ પવનની દિશામાં જ પ્રસરી શકે છે. માણસાઇની સુવાસનું એવું નથી. એ તો પવનની વિરુદ્ધ દિશામાં પણ પ્રસરતી જતી હોય છે. પુષ્પની સુગંધ એ પુષ્પનું સૂક્ષ્મ આત્મતત્ત્વ છે. લાકડામાં પડેલું અગ્નિતત્ત્વ એ લાકડાનું આત્મતત્ત્વ છે. પાણીના ધોધમાં રહેલું સૂક્ષ્મ વીજળીબળ ધોધનું આત્મતત્ત્વ છે. પેટ્રોલની ટાંકી સ્થૂળ છે, પરંતુ એમાં પડેલું સૂક્ષ્મ ગતિતત્ત્વ એ એનું આત્મતત્ત્વ છે. પ્રત્યેક મીણબત્તીમાં રહસ્યમય રીતે સંતાઇ રહેલું પ્રકાશતત્ત્વ એ મીણબત્તીનું આત્મતત્ત્વ છે. પ્રત્યેક માનવી જયોતિર્મય છે. એ જયોતિ આત્મસ્વરૂપ જણાય છે. સમગ્ર વિશ્ર્વના કણ કણમાં વસેલી પરમ ચેતનાનો એક અંશ આપણી ભીતર પણ હોય તે શકય છે. સદ્ગત રાજગોપાલાચારીએ તેથી શિક્ષણને ‘ચેતનાની ખેતી’ તરીકે પ્રમાણેલું.
પ્રકાશાનુભૂતિ કેવળ સાધુ મહાત્માઓનો વિશેષાધિકાર નથી. રમણ મહર્ષિ કહેતા : ‘જયારે જયારે મન બહાર દોડતું થાય ત્યારે ત્યારે તેને અંદર તરફ વાળવું રહ્યું.’ જયારે પણ મનમાં કોઇ નવી સમજણ ઊગે ત્યારે થોડીક અમથી પ્રકાશાનુભૂતિ થાય છે. જીવનમાં થતી રહેતી આવી છૂટક પ્રકાશાનુભૂતિ આપણી વિકાશયાત્રામાં ઉપકારક થાય છે. ફ્રેડરિક નિત્શે કહે છે :
આપણે આકાશમાં જેમ જેમ
ઊંચે ઊડતાં જઇએ છીએ,
તેમ તેમ
જેઓ ઊડી શકતા નથી,
એવા માણસો માટે
નાનાં ને નાનાં થતાં જઇએ છીએ !
દિવાળીના તહેવારોમાં આપણાં ફળિયાં ઉત્સાહભેર બેચેન હોય છે અને આપણા પાડોશનીઓ બેબાકળા હોય છે. આસપાસ અટવાતા ઘોંઘાટ વચ્ચે શાંતિનો એક કોશેટો રચી દઇને સ્વસ્થ રહેવાનું આપણા હાથમાં છે. બધી દોડાદોડ વચ્ચે અગતિનો એક ટાપુ રચીને સ્વસ્થતા જાળવવાનું આપણા હાથમાં છે. કદાચ ન ગમે છતાંય હકીકત એ છે કે આપણને જગાડવા માટે સર્જાયેલો દિવાળીનો તહેવાર લગભગ વેડફાઇ જાય છે. બહાર સતત દોડતું મન અંદર તરફ વળે તે માટે થોડી ક્ષણો માટે જંપી જવાનું ચૂકી જવાય છે.
પ્રકાશપર્વ ગણાતી દિવાળી જો સમજણપર્વ, જ્ઞાનપર્વ અને વિવેકપર્વ બને તો જીવન સાર્થક થાય. માનવીની સૌથી મોટી ઉપલબ્ધિ કઇ ? જવાબ છે : સાર્થક જીવન. અબ્રાહમ લિંકન કહે છે : ‘માણસ ધરતી પર નજર નાખે અને નાસ્તિક બને તે હું સમજી શકું છું, પરંતુ એ આકાશ તરફ જૂએ અને એમ કહે કે ઇશ્ર્વર નથી, એવું તો હું વિચારી જ શકતો નથી.’

NO COMMENTS