કાશ્મીર માં પથ્થર ફેંકનાર ને રબર ની નહીં લોખંડની ગોળી મારવી જોઇએ : ડો. તોગડિયા

0
111

વિશ્વ હિંદુ પરિષદ ના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડો. પ્રવિણ તોગડિયા એ જમ્મુ કાશ્મીર માં પથ્થર ફેંકવા વાળાને રબર ની નહીં પરંતુ લોખંડની ગોળી મારવી જોઇએ. જે પાકિસ્તાનનું સમર્થન કરે છે, તેનો ઝંડો લહેરાવે છે તેને પાકિસ્તાન મોકલી દેવા જોઇએ. દિલ્હી થી હલ્દ્વાની જઇ રહેલા ડો. તોગડિયા ગઇકાલે સાંજે પરસાખેડા સ્થિત બી.એલ. એગ્રો ઓઇલ ખાતે થોડીવાર માટે રોકાણ કર્યું હતું. આ દરમિયાન ઉદ્યોગકારો અને વિહિપ કાર્યકર્તાઓ ને ગૌ ઉત્પાદન આધારિત ઉદ્યોગ નો વધારો કરવા પ્રેરિત કર્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું કે હાલાત જો આવા જ રહેશે તો જમ્મુ કાશ્મીર માં સેના અને પોલીસ ઉપર પથ્થર ફેંકવામાં આવી રહ્યા છે. તે હવે પથ્થર બરેલી અને લખનઉં માં પણ ફેંકવામાં આવશે. આવા તત્વો ઉપર કડકાઇ થી કામ લેવું જરુરી છે.
ડો. તોગડિયએ જણાવ્યું કે : ગૌમુત્ર, ગોબર અને દૂધ થી મોટા ઉદ્યોગ વિકસિત કરી શકાય તેમ છે. આ દિશામાં સતત કામ થઇ રહ્યું છે. ગૌમુત્ર 200 રુપિયે લિટર છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS