પી.એમ. બનવા લાલૂ યાદવે રામમંદિર આંદોલન સાથે જોડાવું જોઇએ : ડો. પ્રવિણ તોગડિયા

0
70

વિશ્વ હિંદુ પરિષદ ના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડો. પ્રવિણભાઇ તોગડિયા એ બુધવારે આરજેડી અધ્યક્ષ લાલૂપ્રસાદ યાદવ ને સલાહ આપતા જણાવ્યું કે : જો લાલૂ યાદવ પ્રધાનમંત્રી બનવા માંગતા હોય તો તેને અયોધ્યા રામ મંદિર નિર્માણ ના આંદોલનમાં જોડાવું જોઇએ.
બિહારના કટિહાર જિલ્લામાં તોગડિયાજીએ જણાવ્યું કે લાલુ યાદવ અયોધ્યા માં રામ મંદિર નિર્માણ આંદોલન થી જોડાવું જોઇએ. જો તે એવું કરશે તો હિંદુ સમાજ તેને પોતાના નેતા ના રુપમાં સ્વીકાર કરશે.
ડો. તોગડિયાએ તે પણ જણાવ્યું કે હિંદુઓ ના હિતની વાત કરશે, તે હિંદુઓના નેતા બનશે. તેમણે જણાવ્યું કે જો લાલુ પ્રસાદ યાદવ પ્રધાનમંત્રી બનવાની ઇચ્છા છે કે તેણે રામલલા પાસે માથું નમાવવું પડશે.
તેમણે જણાવ્યું કે : કાનુન બનાવી રામ મંદિરનું નિર્માણ કરાશે. જો બિહાર ના સીએમ નીતીશ કુમાર હિંદુ હિત ની અને હિંદુ ના મુદ્દા ઉપર વાત કરશે તો અમે તેને પોતાનો નેતા બનાવશું. આ અગાઉ પ્રવિણભાઇ તોગડિયાએ દારુબંધી માટે નીતિશ કુમાર ના વખાણ કર્યા હતા.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS