મુંબઇ એરપોર્ટ નજીક દેખાણો ડ્રોન

0
113

મુંબઇ માં મંગળવારે સાંજે એક પ્રાઇવેટ ડ્રોન દેખાયા ના સમચાર પછી આખા શહેરને હાઇએલર્ટ કરવામાં આવ્યું છે. આ ડ્રોન ને ઇંડિગો એરલાઇન્સ ના પાયલોટે વિમાન ને મુંબઇ એરપોર્ટ ઉપર લેંડિગ કરતા સમયે જોયો હતો. અને એયર કંટ્રોલ ઓથોરીટી ને તેની સૂચના આપી હતી. જે બાદ પુરા વિસ્તારમાં સુરક્ષા વધારી દેવાઇ હતી.
દિલ્હી થી મુંબઇ જઇ રહેલી ઇંડિગો ફલાઇટ ના પાયલોટો મુંબઇ ડોમેસ્ટીક એયરપોર્ટ ઉપર લેંડિગ દરમિયાન કુર્લા પાસે આ ડ્રોન જોયો હતો. પાયલોટ દ્વારા સુચના આપ્યા બાદ સીઆઇએસએફ કંટ્રોલ રુમ એરપોર્ટ પોલીસ તેની સૂચન મળી હતી. પાયલોટ ના જણાવ્યા મુજબ ડ્રોન નો કલર બ્લૂ અને પિંક હતો. ઉલ્લેખનિય છે કે, મુંબઇમાં ડ્રોન ઉપર પ્રતિબંધ છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS