સ્પાના નામે વધુ એક કુટણખાનું ઝડપાયું : મોરબી પાસેના લાલપર નજીક

0
57
duplicate spa name prostitution near morbi lalpar
duplicate spa name prostitution near morbi lalpar

રાજકોટ : હાલમાં દરેક શહેરો અને તાલુકા લેવલે પણ સમાજમાં દૂષણ ફેલાવવા ના બદ ઇરાદે સ્પાના નામથી કુટણખાનાઓ ચાલી રહ્યા છે ત્યારે રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાંથી નાના ગામોમાં પણ સ્પા ના નામથી ગોરખધંધાઓ નું પ્રમાણ દિન પ્રતીદિન વધતું જાય છે. ત્યારે મોરબી પાસેના લાલપર ગામ પાસે સ્પાના નામથી મસાજ ના નામે બેરોકટોક અત્યાર સુધી ગોરખધંધા થઇ રહ્યા હતા ત્યારે સ્થાનીક પોલીસે દરોડો પાડી મહિલા ને ઝડપી લીધી છે. આ મહિલા નેધરલેન્ડ થી મહિલાઓ લાવી ધંધો કરાવતી હોવાનું બહાર આવ્યું છે. લાલપર ગામ પાસે લોર્ડ બુધ્ધા ના નામથી સ્પા સેન્ટર છેલ્લા થોડા સમયથી ચાલતું હતું. અને ગ્રાહકો પાસેથી મનફાવે તેવા ભાવ વસુલી કુટણખાનું આ મહિલા ચલાવતી હતી. પોલીસે સ્પા સેન્ટર ઉપર દરોડો પાડી થાઇલેન્ડની ત્રણ યુવતીઓ તેમજ અમદાવાદની એકતા સવાણીને ઝડપી પાડી છે. સ્પા અને કુટણખાનાની આડમાં મેમ્બરશીપ વસુલી 25 હજાર રુપિયા પણ પડાવતી હતી. એકતા સવાણી અગાઉ અન્ય શહેરોમાં પણ કુટણખાનું ચલાવવા બદલ પકડાઇ હતી. પોલીસના દરોડોમાં રોકડ રકમ, ઉપરાંત કોન્ડોમના પેકેટ જપ્ત કર્યા હતા.

(સુત્રોમાંથી )

NO COMMENTS