પોતાના લગ્નમાં વરરાજા નાચવા જતા હાર્ટએટેકથી મોત

0
99
during marrage dulha heart atteck death
during marrage dulha heart atteck death

વડોદરા : ગુજરાતના આણંદ જિલ્લા ના બોરસદ શહેરમાં લગ્નના માહોલ વચ્ચે વાતાવરણ શોકમગ્ન થઇ ગયું દુલ્હન ના ઘરે લગ્ન માટે જવા રવાના થયેલી જાન માં દોસ્તો સાથે ઝૂમતા ડાન્સ કરતા કરતા 25 વર્ષીય વરરાજાને હાર્ટએટેક આવ્યો અને ત્યાં તેમનું મોત થયું હતું. આ ઘટના થી બન્ને પક્ષોમાં લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. અને જાણે લગ્નનો માહોલ ગમગીન થઇ ગયો. વરરાજા સાગરના પિતા રાજેશ સોલંકી એ જણાવ્યું કે , મંગળવારે રાત્રે ક્ધયા ના ઘરે જાન જવા રવાના થઇ જાનમાં જાનૈયા અતિ ઉત્સાહમાં ખુશ હતા. આ ખુશી માં વરરાજા બનેલ સાગર સોલંકી પોતાના દોસ્તો ના ખંભા ઉપર બેઠા ડાંસ કરવાના મૂડમાં દેખાઇ રહ્યા હતા ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો.
જે પછી તેને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જયાં ડોકટરે તેને મૃત જાહેર કર્યું. સાગર આનંદ ને રાનોલી ગામના રહેવાશી છે અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS