દ્વારકા નગરી કૃષ્ણમય : નંદ ઘેર આનંદ ભયો

0
123

દ્વારકામાં શ્રાવણ વદ અષ્ટમી એટલે કે કૃષ્ણ જન્માષ્ટમી ભકિતભાવપૂર્વક અને હિન્દુ ધર્મના પરંપરાગત રીવાજો મુજબ દ્વારકામાં ઉજવવામાં આવી હતી. સમગ્ર દ્વારકા ઘેલું બની ગયું હતું. કૃષ્ણ જન્મની સાથે જ સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. કાન ઘેલા ભકતોએ ભારે ઉત્સાહથી કૃષ્ણ જન્મને વધાવ્યો હતો.
ભગવાન દ્વારકાધીશની એક ઝલક મેળવી મનુષ્ય ધન્યતા અનુભવ્યા હતા. ભાવિકો દર્શન માટે લાંબી કતારો લગાવી હતી. અને છેવટે કૃષ્ણ જન્મ થતાં જ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે શારદાપીઠ સંકુલમાં સાંસ્કૃતિક કાર્યક્રામોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ વિસ્તારોમાંથી આવેલ લોકોએ પારંપારિક લોકનૃત્યો, રાસ કરી ધાર્મિક માહોલ બનાવ્યું હતું. અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફલઆહાર, પાણી, ચા, નાસ્તો, જમાવાનું જેવી સેવાકિય પ્રવૃતિ કરી હતી.
આ દિવસો દરમિયાન આસપાસની ધર્મશાળાઓ અને હોટલો સંપૂર્ણ પેક થઇ ગઇ હતી. માણસો વાહનોમાં, રોડ ઉપર અને આજુબાજુના વિસ્તારોમાં ઉતારો કર્યો હતો. દ્વારકામાંમ જન્માષ્ટીના દિવસોમાં અત્યંત ભીડ જોવા મળે છે. પરંતુ આવખતે સામાન્ય કરતા ઓછી ભીડ જોવા મળી હતી.
સમગ્ર પ્રસંગને વ્યવસ્થિત પૂર્ણ કરવા માટે સમગ્ર તંત્રની પ્રશંસનીય કામગીરી રહી હતી. જન્માષ્ટમીના પાવન પર્વ દ્વારકામાં લાખોની સંખ્યામાં કૃષ્ણભકતો ઉમટી પડયા હતા. અને કાળિયા ઠાકોરના દર્શન કર્યા હતા.
દ્વારકાધિશ મંદિર ખાતે જન્માષ્ટમીના પર્વને અનુસંધાનેો શ્રીજીના દર્શન, સહિતના ધાર્મિક કાર્યક્મો યોજાયા હતા. સાંજે અને રાત્રિના સમયે મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ક્રમાનુસાર દ્વારકાધીશના સ્નાનભોગ, શ્રૃંગાર, ભોગ, રાજભોગ, ઉત્થાપન ભોગ, સંધ્યાભોગ, શયનભોગ અને દર્શનનો લ્હાવો હજારો કૃષ્ણભકતોએ લીધો હતો.
જન્માષ્ટમીના પર્વના અનુસંધાને સંસ્થા દ્વારા ઘણા સમયથી તૈયારીઓ કરવાની ચાલુ કરી દીધી હતી. જન્માષ્ટમી બાદ પારણનોમ પ્રસંગે પણ જગતમંદિરે પારણા ઉત્સવ ઉત્થાપન દર્શન, અભિષેક દર્શન, શયન આરતી, વગેરેની ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર રાજયમાં જયારે કૃષ્ણનો જન્મદિવસની ઉજવણી થતી હોય ત્યારે શા માટે દ્વારકામાં કશી ખામી રહી જાય આવા ભાવ સાથે દ્વારકા સંપૂર્ણ જન્માષ્ટમીના પર્વ પ્રસંગે આખું ગામ કૃષ્ણમય બની જાય છે. આ પ્રસંગે રેલ્વે સત્તાધીશો દ્વારા ખાસ વધારાની ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત એસ.ટી. તંત્ર દ્વારા પણ વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના દ્વારા એસ.ટી.ની આવકમાં વધારો નોંધાયો હતો.
ભારત વર્ષના આસ્થા કેન્દ્ર દ્વારકાને મહાનુભાવો દ્વારા સંસ્થાના સહયોગથી મંદિરને લાઇટોથી સુશોભન કરાયું હતું. તેમજ યાત્રિકોને નિવાસ, ભોજન વાહનવ્યવહારની માહિતી તથા ખોવાયેલી ચિજ વસ્તુઓ કે વ્યકિતની જાહેરાત તેમજ દ્વારકામાં વિવિધ સંસ્થાઓ દ્વારા સવલતો ઉભી કરવામાં આવી હતી. માહિતી ખાતા દ્વારા જગતમંદિરના પરિસરમાં માહિતી કેન્દ્ર પણ ઉભું કરવામાં આવ્યું હતું.

NO COMMENTS