ઇકો ફ્રેન્ડલી ગણપતિ : રાજકોટ માં પ્રથમ ક્રમાંકે જય ઝુલેલાલ ગ્રુપ

0
110

(-જય ભટ્ટ દ્વારા)
રાજકોટ : ગણપતિ ઉત્સવ નિમિત્તે રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોત દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું હતું કે 9 ફુટની મર્યાદામાં ઉંચાઇના જ ગણપતિ ના પંડાલ રાખવા જોઇએ. તો આવા ગણપતિના પંડાલના આયોજકો માટે રાજકોટ શહેર સુરક્ષા સેતુ સોસાયટી તરફથી ઇનામો જાહેર કરાયા હતા. પોલીસ કમિ. ના માર્ગદર્શન હેઠળ પંડાલોની મુલાકાત કરી ઇનામને પાત્ર આયોજકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ઇક્કો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના અને સ્વચ્છતા અન્વયે ઇનામો અપાયા હતા.
જેમાં સિંધી કોલોનીમાં જય ઝુલેલાલ યુવા ગ્રુપને પ્રથમ ઇનામ 11 હજારનું જય શંકરભાઇ દુદાણીને આપવામાં આવ્યું હતું. તેમજ ગોકુલધામ પાસેના કવાર્ટર પાસેની હરિદ્રાર સોસાયટીમાં બીજું ઇનામ 7500 જગદીશભાઇ ટોળીયને તેમજ ગાંધીગ્રામ ન્યુ મહાવીર નગર ને ત્રીજું ઇનામ પ હજાર એનાયત કરાયું હતું. તેમજ કાયદો વ્યવસ્થા તેમજ સુવિધા સ્વચ્છતા સંદર્ભે રેસકોર્સમાં બિરાજમાન ગ્રુપને પ્રથમ ઇનામ 11 હજાર અપાયું હતું.

NO COMMENTS