સાવધાન : હવે ચેક બાઉન્સમાં કડક કાયદો લાવશે સરકાર

0
225
effectively deal with cheque bounce cases
effectively deal with cheque bounce cases

કૈશલેસ લેણદેણને પ્રોત્સાહન આપવાના ઇરાદે સરકાર નવા નિયમો લાવી રહી છે. ચેક ની લેણદેણ ને લઇને વધારે વિશ્વસનીય બનાવા માટે સરકાર ચેક બાઉન્સ થવા ના મામલે સજા અને સખત કેદ લાવી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર વ્યાપારીયો ના સંગઠનો દ્વારા સરકારને પ્રસ્તાવ મુકયો છે કે ચેક બાઉન્સ થવાની સ્થિતિમાં કડી સજા ની જોગવાઇ કરવામાં આવે. બજેટ નિર્માણની સ્થિત શરુ થતા પહેલા વિત્ત મંત્રાલય ના મોટા અધિકારીઓ વ્યાપારી સંગઠનના લોકો સાથે મુલાકાત કરી હતી.
ઉલ્લેખનિય છે કે. ચેક બાઉન્સ થવાના ડરના કારણે વ્યવસાયી ગ્રાહકો ચેક નું ચૂકવણું સ્વીકાર કરવાથી બચે છે. તે જોતા વ્યાપારીઓ નું એક નિવેદન હતું કે ચેક બાઉન્સ મામલાથી બચવા માટે આવા સંબંધિત કાનું માં વધુ સખત સજા ની જોગવાઇ કરવામાં આવે. વ્યાપારીઓ બીજેપીના સમર્થક માનવામાં આવે છે. જે હાલમાં પરેશાન છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS