ગ્રહોના તેજ તિમિર અવસાદ-ડિપ્રેશન

0
46
Effects of Depression
Effects of Depression

(ભરતભાઇ દવે-રાજકોટ)

જહાં મે ઐસા કોન હે કી જીસકો ગમ મિલા નહીં,
સુખ આૌર દુ:ખતો બને હૈ સબકે વાસ્તે
ફિર ઉનસો કયું ગીલા શીકવા રખે ! ?
હા દોસ્તો બરોબર સમજયા છો ઉપરનું સુંદર મુખડું ફિલ્મ હમદોનો ફિલ્મનું છે. આ ફિલ્મ અને ગીત દ્વારા કવિનો સંદેશ સુંદર છે કે સુખ અને દુ:ખ પ્રત્યેક જીવસચરાચર માટે ઇશ્ર્વરે સમાન ધોરણે રાખ્યા છે, કોઇ અમીર ગરીબ કે તવંગરનો ભેદભાવ વિના તો પછી નાહક એ ભૂલભૂલૈયામાં ગૂંચવાઇ જવું, અટકાઇ જવું અને આ સુંદર જીવન વેડફી નાખવું !
આજના આપણા લેખનો મનન કરાનો વિષય ડિપ્રેશન એટલે કે હતાશા કે અવસાદ રાખી આગળ ધપીશું. ડિપ્રેસન માટે અનેક બીજા શબ્દોનો સહારો લઇએ તો તને ના ઉમિદ રહેવું. નિરાશામાં ગર્ક થઇ જવું, માનસિક રીતે એક પ્રકારની નબળાઇ, ઢીલા પણું અનુભવી સંતુલન ગુમાવવું ગણાય. ઉમ્મિદ અને નિરાશામાં ડૂબી જઇ અને માયુસ અસહાયતામાં ઉતરી જવું. એ એક જીવનની નકારાત્મક નિમ્નકક્ષાની મનોઅવસ્થા બનતી હોય છે. સર્વપ્રથમ રાબેતામુજબ વૈજ્ઞાનિક અભિગમ, દાર્શનિક કથા-વાર્તા અને ત્યારબાદ ઉદાહરણ સાથે ગ્રહોની મીલીભગત, એટલે કે બ્રહ્માંડમાં બનતાં ચૂંબકીય વાતાવરણની માનવ મન તથા દૈનિક પ્રક્રિયા ઉપર થતી માઠી અસરો જોઇશું.
દોસ્તો વિજ્ઞાન અને જયોતિષ એ સિક્કાની બે બાજુ સમાન છે. આથી અવસાદ મતલબ કે ડિપ્રેશન એ એક એવી મનૌદૈહિક પ્રક્રિયા છે કે મનુષ્ય યા પ્રાણીમાત્ર લાચાર, પાંગળો, અસહાય અને ક્ષુલ્લક મહેસુસ કરી ગુમસુમ રહે છે. રાસાયણિક દ્રષ્ટિએ ડિપ્રેશન, મગજમાં થતાં કેમિકલનાં ફેરફારો સાથે સંકળાયેલ છે. મજગમાં ન્યુરો, ટ્રાંસમીટર્સ તરીકે કામ કરતાં સીરોટોનીન, નોર એપીનેડ્રીન, ડોપામીન અને મેલેટોનીન ઇત્યાદી હોરમોન અને તેનાં અંત:સ્ત્રાવોમાં થતી વઘઘટનાં કારણે જ તેનું સંતુલન ખોરવાતા ગડબડ થતા થતી જૈવિક બીમારીને તબીબી વિજ્ઞાન આજે ડિપ્રેશન અવસાદ તરીકે ઓળખે છે. હાલમાં જ સાત એપ્રિલે વિશ્ર્વ આરોગ્ય દિવસ ગયો. આ વર્ષે વિશ્ર્વ આરોગ્ય સંસ્થા એ ડિપ્રેશન ની બિમારીને મુખ્ય લક્ષ્યમાં રાખીને સમગ્ર આરોગ્ય સંસ્થાનોને તે અંગે જાગૃકતા લાવવા અપીલ કરી છે. અને આ ચળવળ ને નામ આપ્યું : ડિપ્રેશન લેટસ ટોક.. એકવીસમી સદીમાં માનવજાતને રીબાવતી આ સમસ્યા પ્રથમ ક્રમાંકે છે. વિશ્ર્વમાં આજે 35-40 કરોડ લોકો આ સમસ્યામાં ઝૂલસે છે. અને આ આંકડાતો માત્ર હિમશીલાની ટોચ સમાન છે. તે ઉપરાંત અંદર તો અસંખ્ય મામલાઓ બને છે. આવી જ ડિપ્રેશન એવી અવસ્થા છે કે, જેને થાય છે તે જ વધુ મહેસુસ કરે છે.
ડિપ્રેશનનાં અનેકવિધ પ્રકારો કારણો તથા નિવારણો છે તે લાંબા કે ટુંકા ગાળાનું હોઇ શકે છે. અમુક વ્યકિતઓમાં તે ઉથલા મારતી બિમાીનાં સ્વરુપમાં પણ જોવા મળે છે. ડિપ્રેશન માટેનાં કારણોનું વિશ્ર્લેષણ આ પ્રમાણે છે.
ડિપ્રેશન અવસાદ નાં કારણોમાં સૌપ્રથમ આજની કલીષ્ટ જીવનશૈલી કામનું ભારણ, બાળકો-વિદ્યાર્થીઓમાં પ્રતિસ્પર્ધાત્મક દ્રષ્ટિકોણ, વાલીઓની ટીનેજર્સને ન સમજવાની વૃત્તિ, બીન જરુરી રોકટોક, આધુનિક ઇલેકટ્રોનિક ઉપકરણોનો પ્રચાર પ્રસાર અને પ્રમાણ જાતીય આવેગોને રોકવાની ગોપનીય મિથ્યા વિચાર ધારા, નબળું વ્યકિતત્વના કારણે આજના વિભકત ન્યૂકિલયર ફેમિલીનાં કારણે બાળપણમાં સંતાનોનું તિરસ્કૃત વાતાવરણ, દાદા દાદી દ્વારા મીઠી ગોષ્ઠિ અને વાર્તા વિનિમય, સંવેદનાત્મક રીતે ડીલીંક કરવાનું માતા પિતાનું વિચારવું. શારીરિક બિમારીઓ જેવી કે એઇડઝ, કેન્સર, જાતીય નિર્બળતા, અવદશા, દાંપત્યસુખ, શારીરિક સદચાર માટેનાં સ્વભાવગત નકારાત્મકભાવો આજની જંકફૂડ હેબીટસ, દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ માટે અકારણ ખૂદને જવાબદાર સમજવું અને ભાવિની વ્યર્થ આકાંક્ષાઓ, ઉમિદોને જાંજવાના જળની જેમ વળગી રહેવું. વગેર વગેરે.. ગણાવી શકાય જો કે નવા સંશોધન પ્રમાણે ડિપ્રેશન ઉપરોકત કરાણો વગર પણ થઇ શકે છે. આ એક બાયોલોજિકલ બીમારી અવસ્થા છે. મગજમાં થતાં કેમિકલ લોચાં આ માટે જવાબદાર ગણી શકાય
ડિપ્રેશન વ્યકિતની લાયકાત,હેસિયત કે આર્થિક પરિસ્થિતિ જોઇને નથી આવતું, સ્ત્રીઓમાં ડિપ્રેશનનું પ્રમાણ વધુ છે. ફિલ્મ ક્ષેત્રની વાત કરીએ તો, વ્યકિત વિશેષમાં કરણ જોહર, દિપીકા ખૂદ અમિતાભ અને ખાન બંધુઓ મૃત્યુને મીઠું કરનાર પરવીનબાબી, ઝીયા ખાન, દિવ્યા ભારતી, ખૂદ ગુરુદત વગરે ઉદાહરણીય ગણાય.
રાજકારણી અને ભવ્ય જીવનશૈલી ભોગવનાર પણ આમાંથી બાકાત નથી. દા.ત. મહાન મુત્સદી ચર્ચિલ, વાન ધોધ, સર એડોલ્ફ, હિટલર, કલાકાર દિલીપકુમાર, મીનાકુમારી, મહેશ ભટ્ટ, કાંતિ ભટ્ટ, મેરેલીન મનરો વગેરે અસંખ્ય, આમાં એક વસ્તુ કોમન મળે છે કે જેટલી ઊંચી છલાંગ, તેટલી ઉંચી પછડાટ. દોલત શોહરતનું ચકકર એવું છે દોસ્તો કે તે ભલભલાને ચૂર ચૂર કરી દે છે. મનુષ્યનું મન એવું છે કે પણ ભોમકાના વ્યર્થ સ્વાન સેવી, વર્તમાન સમય, સુખ, શાંતિગુમાવી બેસે છે.
માયુસી હતાશા કે અવસાદનાં મુખ્ય મુખ્ય લક્ષણો ફટાફટ જોઇએ તો : અસંગત અનુભવવું, એકાગ્રતા ગુમાવવી ગભરામણ, ફોબિયા, અકારણ ભય, નશાની ઇચ્છા જાગવી, જિંદગી બેનૂર લાગવી. નિર્માલ્ય વિચાર ધારામાં આવી જવું. ભવિષ્ય પ્રત્યે ચિંતિત રહેવું, નિરાશાવાદી દ્રષ્ટિકોણ, આવું ખાસ કરીને પેટરનલ પોસ્ટ પાર્ટમ ડિપ્રેશન માં વધુ બને છે. આ એવો તબકોકો છે જયારે નોન પ્લાન પ્રથમવાર પિતા બનતા પુરુષ માટે નિંદર વેરણ થવી એમ્યુનીટી પાવર ઘટવો, બી.પી., ટીનીટસ અને કાર્ડિક ઇંફેક્ષણ પણ મોટાભાગે આ બધું આભાસી, ઉપજાવી કાઢેલ અને વ્યર્થ હોય છે, છતાં વિક્ટિમ સત્યમાની આત્મઘાતી પગલું પણ ભરી બેસે છે.
આ માટેનાં ઉપચાર ક્રમ જોઇએ તો મોર્ડન સાયન્સ કહે છે કે ઇંટરનલ કોમ્યુનિકેશન કેળવો. પોઝીટીવ થિંકરબનો. બધાં સાથે ખુલ્લા મન અને દિલથી સંબંધ નિભાવી કોમ્યુનિકેટ કરો, પરિવાર એ મોટું પરિબળ છે, તેની સાથે નિ:સ્વાર્થ તા જોડાયેલા રહો. જેમ એક વૃક્ષની જડો જમીન સાથે ઊંડે સુધી જોડાણ ધરાવે છે. અને એક શાખાઓ દ્વારા જ નવચેતના પોષણ મેળવી ઉછેરે છે ! ઉત્તમ વ્યકિતઓ, વાચન, ધ્યેય કેળવવાથી તમારા જીવનને બૂસ્ટ મળશે.કેન્દ્ર સરકારે પણ 2017 નાં હાલનાં બજેટ સત્રમાં જ માનસિક સ્વાસ્થ્ય દેખરેખ વિધેયક પસાર કર્યું. આ બાબત અવસાદની ગંભીરતા સૂચવે છે. હવે આપણે ઉપરોકત વિજ્ઞાને દર્શાવેલ અભિગમને ખગોળ શાસ્ત્ર, ગ્રહ વિજ્ઞાન, કોસ્મોસ કેમીકલ્સ અને તેનાં સમીકરણો જો હોય તો પ્રાણી અવસાદ, ડિપ્રેશનનો ભોગ બને છે. તે જોઇએ આ માટે વિશ્ર્લેષણમાં આપણે જન્મકુંડળીનું

પ્રથમ સ્થાન, તેની સાથે ભાવ 6,8,4 વગેરે ઉપરાંત ગ્રહોમાં ચંદ્ર, બુધ,શનિ, રાહુ ઇત્યાદિને જોઇ, મ.દ. સાથેનું તેનું ગોચરનું ટયુનિંગ સમજવા કોરિશું.
ગ્રહ વિજ્ઞાન, તેમજ પ્રાચીન-અર્વાચીન સંશોધનોએ ચંદ્રને મન અને બુધને નર્વસ સીસ્ટમ સાથે સંકલિત કરેલ છે. આ બંનેનું સમન્વય, જો આંશાત્મક-ભાવાત્મક હોય તો અવસાદમાં સરી પડાય છે, મિત્રો ગુલિક એ શનિનો પુત્ર છે અને વિષાદ જન્માવવા તેનાથી ચારગણો લલિષ્ઠ છે. આથી ગુલિક જો ચંદ્ર, બુધ સાથે નકારાત્મક રીતે જોડાશે તો પણ ડિપ્રેશન થવાનું ભવિષ્ય આપણે ભાખી શકીશું.
સાથે સાથે રાહુ છદમ હોવાથી આવા રોગો અવસ્થા જન્માવવા સમર્થ બને છે. કેતુ ગુલિકમાં ચંદ્ર એક વ્યર્થ ભ્રમણાની જાળ બીછાવી જાતકને વ્યર્થ અને અકારણ વ્યથામાં નાખી શકે છે. આ બધાથી ઓછું હોય તેમ ઉપરોકત યુતિઓમાં જો સૂર્ય પણ ઝપટમાં ોય વા વજર્ય નક્ષત્રમાં પડેલો હોય, અને વર્ગીય કુંડળીમાં બલહીન થતો હોય તો જાતકને આત્માનો અવાજ ગુમાવી મૃત્યુતુલ્ય ફટકો મળે છે.
ઉપરોકત પરિસ્થિતિમાં નિવારણ માટે વિદ્યાન કોંપીટંટ, મેડિકલએસ્ટ્રોલોઝીસ્ટ નો સંપર્ક કરવો. નિયમિત ઇષ્ટદેવનું તેમજ માતાપિતાનું સન્માન કરવું. લઘુ રુદ્રિનું પઠન કરવું, મનની સ્વચ્થતા માટે બીજ મંત્રનું જપ કરી મહાદેવ શંકરના સાનિધ્યમાં જીવન વિતાવવું. સંતો કહે છે તેમ જો આપો રોટીનો ટૂકડો તો હરી હોય ઢૂકડો કારણ કે અન્નદાન શ્રેષ્ઠ છે.
મન વચન કર્મથી દૂરના મેળવાડો તો જૈન ધર્મ પ્રમાણે પણ સિંચિંત કર્મો સુધારી ઊભે પ્રારબ્ધનાં માલિક બની શકશો. વધુ કાંઉસીલીંગ માટે નીચે સંપર્ક કરી શકો છો.

  •  ડો. ભરતભાઇ દવે
    150 ફૂટ રીંગ રોડ
    લાભ, સોમનાથ સોસાયટી-2
    શેરી નં. 07, રાજકોટ
    મો. 8866035597

NO COMMENTS