ઇટીવી ન્યૂઝ : વેલકમ નવરાત્રી વનડે : ભલા તારી રામા : શહીદોને શ્રધ્ધાંજલી

0
262

રાજકોટ : નવરાત્રિના પ્રારંભે નવલા દિવસોને વધાવવા માટે આજે રાજકોટ ખાતે વિરાણી સ્કૂલના મેદાનમાં ઇટીવી ન્યૂઝ દ્વારા વેલકમ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાંઆવ્યું છે. બીજા વર્ષે લોકપ્રીય ચેનલ ઇટીવી ન્યૂઝ દ્વારા વિથ સેલિબ્રટી દાંડિયા રાસનું આયોજન કરાયું છે. નવલા નોરતાના પ્રારંભે જેમાં ભલા મોરી રામા ફેઇમ અરવિંદ વેગડા, અભિનેત્રી સુજાતા મહેતા નિખલી નિશા વગેરે આ દાંડિયા રાસમાં ભાગ લેનાર છે. ઉપરાંત બાંબુ બિટસ ના સથવારે ખેલૈયાનો રમાડવા ઇટીવી દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન કરાયું છે. કાર્યક્રમ અંતર્ગત ઇનામોની વણઝાર તેમજ ડેકોરેસન અને અતિઆધુનિક સાઉન્ડ સીસ્ટમ થી સજજ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવેલ છે. ઇટીવી ગુજરાતી ન્યૂઝ દ્વારા ઉરી હુમલાના શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરી કાર્યક્રમનો પ્રારંભ કરાશે. આ પ્રસંગે અનેક હસ્તીઓ હાજર રહેશે. તેમ ઇટીવી ન્યૂઝ ના ધર્મેશભાઇ વૈદ્ય, હરેન માત્રાવાડિયા તેમજ જતિન પરમારે જણાવ્યું હતું.

NO COMMENTS