પ્રાઇવસી બાબતે મુશ્કેલી હોય તો યૂઝર્સ બંધ કરી દે વ્હોટસઅપ -ફેસબુક વાપરવાનું

0
43
Facebook WhatsApp privacy issue
Facebook WhatsApp privacy issue

વ્હોટસઅપ યૂઝર્સ ના પ્રાઇવસી મામલામાં થયેલ બબાલ પછી વ્હોટસએપ ના મુડ બદલાયો છે. તેમણે શુક્રવારે સુપ્રિમ કોર્ટમાં જણાવ્યું કે વ્હોટસએપ માં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન છે પરંતુ તેમ છતાં જે યૂઝર્સ ને પોતાની પ્રાઇવસી ને લઇને મુશ્કેલી છે તે પોતાનું વ્હોટસઅપ બંધ કરી શકે છે.
એક રિપોર્ટ અનુસાર વ્હોયસઅપ તરફથી વકીલ જણાવ્યું કે વ્હોયસઅપ અને ફેસબુક ની નવી પ્રાઇવસી પોલીસી થી જે યુઝર્સ ને એવું લાગે છે કે તે તેમના મૌલિક અધિકારોનું ખંડન થાય છે. તો તે યુઝર્સ એપ વાપરવાનું છોડી દે. તેમણે જણાવ્યું કે ફેસબુક અને વ્હોટસઅપ બન્ને નો ઉપયોગ છોડી શકે છે. ઉલ્લેખનિય છે કે, ફેસબુકે વ્હોટસઅપ ને 2014 માં ખરીદી લીધું છે.
હાલમાં સુપ્રીમ કોર્ટમાં વ્હોટસઅપ ની પ્રાઇવસી મામલાની સુનવણી માટે પાંચ જજોની પીઠ બનાવવાનો આદેશ આપ્યો છે. એક જનહિત ની અરજીમાં જણાવ્યું હતું કે 2016 માં લાગુ કરાયેલ ફેસબુક પોલીસી અનુસાર ફેસબુક, વ્હોટસઅપ નો ડેટા પોતાની પાસે સ્ટોર રાખે છે. એવામાં ડેટાનો ખોટો ઉપયોગ થઇ શકે છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS