મ.પ્ર.: 48 કલાકમાં 6 ખેડૂતોની આત્મહત્યા

0
24
farmer suiciding
farmer suiciding

મધ્યપ્રદેશમાં હવે ખેડૂતની આત્મહત્યાનો સિલસીલો શરુ થઇ ગયો છે. મંગળવારે ચાર ખેડૂતો એ આત્મહત્યા કર્યાના સમાચાર પ્રાપ્ત થયા હતા. બુધવારે બીજા બે આત્મહત્યાના મામલા સામે આવ્યા હતા. એક મોત બાલાઘાટ માં થઇ છે. જયારે બીજી બડવાની માં બન્ને મામલામાં ખેડૂતે દેણા થી પરેશાન હતા. પરંતુ કલેકટર તેને માનવા માટે તૈયાર નથી. બડવાનીમાં તો પોલીસે ખુદ ગવાહ છે કે ખેડૂત વિજળીનું બિલ પણ ન ભરી શકતા હતા. આ વાત મથક સુધી પહોંચી હતી. બીજા દિવસે આત્મહત્યામાં બદલાઇ ગઇ હતી.
બડવાણી ના કલેકટર તેજસ્વી નાયક પાસેથી મળેલી માહિતી મુજબ જિલ્લાના સેંધવા પાસે ગામ પિસનાવલ માં રહેનાર 60 વર્ષીય ખેડૂત સોમલા એ કિટનાશક દવા પી આત્મહત્યા કરી છે. મૃતક ની પત્ની એ જણાવ્યું કે થોડા દિવસોથી બેંકનો કર્જો અને ગિરવી રાખેલી જમી છોડાવા માટે પૈસાની વ્યવસ્થા થતી ન હતી. તેના કારણે તે ચિંતાતુર હતા. કલેકટરે તપાસની વાત કરતા જણાવ્યું કે પારિવારીક કારણ જણાવ્યું હતું.
જયારે સેંઘવા પોલીસે જણાવ્યું કે ગિરવી રાખેલી જમીન અને વિજળીનું બિલ ન ચૂકવવાના પૈસા ને લઇને ખેડૂત અને તેના પુત્ર વચ્ચે વિવાદ થયો હતો. વિવાદની સૂચના તિલના ઉપર પોલીસે બન્ને પક્ષો ને સમજાવી મામલો શાંત કર્યો હતો. પરંતુ સવારે ખેડૂતે આ મામલે આત્મહત્યા કરી હતી. પોલીસ જમીન ગિરવે અને દેણાની તપાસ કરી રહી છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS