દિલ્હી : ધોની-ઝારખંડ ટીમના ખેલાડી આગની ઝપટથી માંડ બચ્યા

0
62
fire was reported in a Delhi hotel Jharkhand cricket team and Mahendra Singh Dhoni
fire was reported in a Delhi hotel Jharkhand cricket team and Mahendra Singh Dhoni

ભારતની ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને તેમની ઝારખંડ ટીમના ખેલાડ આગની ઝપટમાં આવવાથી માંડ માંડ બચ્યા હતા. ગઇકાલે શુક્રવારે દિલ્હીની દ્રારકા સ્થિત ફાઇવ સ્ટાર હોટલ વેલકમ માં પાછલા ભાગમાં આગ લાગી હતી. આ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની અને ઝારખંડ ની ટીમ ના ખેલાડી હોટલમાં હાજર હતા. આ હોટલમાં આગ લાગતા તુરંત ખેલાડીઓ અને ધોનીને બહાર સુરક્ષીત કાઢવામાં આવ્યા હતા. તે ઉપરાંત આ હોટલમાં ઉતરેલા લગભગ 500 ઇંડિયન ફોરનર ગેસ્ટ ને પણ સુરક્ષિત બહાર કઢાયા હતા. ધોની અહીંયા ઝારખંડ માટે વિજય હજારે ટ્રોફી નો મેચ રમવા આવેલ હતા. પરંતુ આ ઘટના પછી પશ્ચિમ બંગાલ અને ઝારખંડ વચ્ચે રમાનાર મેચ ને કેન્સલ કરાયો હતો. અમુક ખેલાડીઓની કીટ પણ સળગી ગઇ હતી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS