ઉડાન સ્કિમ : 2500 માં પ્રતિ કલાક વિમાન યાત્રા

0
41

સસ્તી હવાઇ યાત્રા નું સપનું હવે સાકાર થવા જઇ રહ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજાપતિ રાજૂ અને રાજય મંત્રી જયંત સિંહા એ આ સંબંધિત એક યોજનાની ઘોષણા કરી છે. ક્ષેત્રીય સંપર્ક સ્થાપિત કરવા મકસદ થી લાવવામાં આવેલ ઉડાન નામથી સ્કીમ આપી છે. યોજનામાં યાત્રિકો માટે ટિકીટ ના દર 2500 રુપિયા પ્રતિ કલાક ના રાખવામાં આવ્યા છે. આ યોજના નો ઉદેશ્ય દેશ ના અલગ અલગ વિસ્તારો વચ્ચે કનેકટીવીટ વધારવાનો છે. ઉડે દેશનો આમ નાગરિક ઉડાન સ્કિમ અંતર્ગત ફલાઇટ જાન્યુઆરી 2017 સુધીમાં ઉડાન ભરશે. આ યોજના અંતર્ગત 500 કી.મી. ફિકસ્ટ વિંગ એરક્રાફટ ફલાઇટ 2500 રુપિયા પ્રતિ કલાક ના દરે હશે. જેમાં તમામ ટેકસ આવરી લેવાશે. જેમાં અડધી ટીકીટ માર્કેટ રેટમાં પણ મળતી હશે. ફલાઇટની અલગ કેટેગરી બનાવવામાં આવશે.
આ યોજના ની જાહેરાત આ મહિનાના અંત સુધીમાં કરી દેવાશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS