ત્રિદોષ હર દાડમ ખાવ

0
172

( મધુકાન્તભાઇ જોષી- રાજકોટ)

કુદરતે આપણને અમુક ફળ તો એવા સુંદર, રુચિર, મધુર રસળ, સ્વાદિષ્ટ અને લિજજતદાર આપ્યા છે કે જેનું નામ લઇ ત્યાં તો મોઢામાં પાણી આવ્યા વિના રહે જ નહીં ! હવે બોલો તો તે ફળ ખાધાવિના તો કેમ રહી જ શકાય ? તેમાનું એક ફળ છે. દાડમ.અરે ! દાડમને ખોલો ત્યાં જ ખાઇ જવાનું મન થાય અને અધિરાઇ રોકી શકાતી નથી. દાડમ થોડું ખાવ ત્યાં પ્રસન્ન ચિત્તે આખો આખ્ખું કયારે ખવાય જાય તે ખબર જ ન પડે રસાળ ફળ હોય તો તે દાડમ છે. ગમે તેટલું ખાવ બિલકૂલ નડે નહીં. તેવું સુપાચ્ય છે તેથી દર્દીઓ માટે તો ઉત્તમ ગણાયું છે. પેટના દર્દો માટે તો ઉતમ અને સરળ અકસીર ઇલાજ કોઇ હોય તો તે દાડમ છે. દેશી દાડમના ગુલાબી રંગના દાણાં મીઠાં અને રસાળ હોય છે. તરસ, તાવ અને બળતરા દૂર કરનાર લાભપ્રદ ફળ છે. વાયુ-કફ પ્રકૃતિવાળા માટે ખટમીઠા દાડમ ઉતમ છે. ખાટા દાડમ જઠરાગ્નિ પ્રદિપ્ત કરે છે અને મીઠાં દાડમ બળબૃધ્ધિ સતેજ કરે છે. ઉલટીવાળા માટે દાડમ ઉતમ ફળ છે. અપચો, અરુચી, વ્યાકુળતા દૂર કરે છે. અને ચિત પ્રસન્ન રાખે છે. ટૂંકમાં દાડમ વાત-પિત-કફ ત્રિદોષ હર છે. દાંત માટે પેઢા માટે, અવાજ, હદય માટે પણ અતિ ઉતમ છે. આંખોની બળતરા, અને તાપથી લાગેલી બળતરા તૂરંત દૂર કરે છે. ઉધરસ અતિસાર અને મરડો મટાડનાર દૈવિ ઔષધિ દાડમ જેવી કોઇ નથી. કૃમિનાશક છે. હરસ મટાડે છે. આંતરડા મજબૂત કરી સાફ કરે છે. ગરમીમાં નસકોરી ફુટી હોય તો તુંરંત જ આરામ આપનાર લોહતત્વ વધારે હોવાથી પેટની પીડાનો નાશ કરનાર છે. હે..કુદરતના કિરતાર તેઓએ દાડમ જેવી દૈવિ ઔષધિ આપી છે તો દાડમની કળી જેવા દાંત હસતા રખવા કાયમ દાડમ ખાવ..આયુર્વેદમાં પણ દાડમને એક અકસીર ફળ અને અમૃત સમાન ફળનું બિરુદ આપવામાં આવ્યું છે.

  • મધુકાન્તભાઇ જોષી
    59-ગંગોત્રી પાર્ક, યુનિવર્સિટી રોડ
    રાજકોટ
    ફોન : 0281- 2584160

NO COMMENTS