એક સમયે બકરી ચરાવતી આજે ફ્રાંસની શિક્ષા મંત્રી : નજત

0
137

માનવી મહેનતથી શું ન કરી શકે ? તેનો સાક્ષાત દાખલો મોજૂદ છે. આ એક દ્રષ્ટાંત સ્વરુપ છે. ફ્રાંસની પહેલા મહિલા શિક્ષા મંત્રી નજત બિલ્કાસિમ, નજત આ પદ ઉપર બેસનાર પહેલી મુસ્મિલ સ્ત્રી પણ છે. નજત નો જન્મ 1977 માં મોરકકો માંનાદોર પાસે ચિકેર ગામમાં થયો હતો. જયાં તેના ગામમાં બચપન માં બકરીયો ચરાવી તેણે જીંદગી ગુજારી હતી.
નજત ના પિતા ફ્રાંસ માં મજુરી કરી રહ્યા હતા. તે પાંચ વર્ષની ઉંમરમાં પોતાની માં અને મોટી બહેન સાથે પોતાના પિતા પાસે ફ્રાંસ ના અમીન્સ શહેરમાં ચાલ્યા ગયા હતા. ત્યાંથી તેની જીંદગી બદલવાની શરુઆત થઇ હતી. તેણે ખૂબ ગંભીરતાથી પોતાનો અભ્યાસ કર્યો. પેરિસમાં પોલીટીકલ અભ્યાસમાં સ્નાતક કર્યું. નજત તે બાદ સોશલિસ્ટ પાર્ટીમાં જોડાઇ અને નાગરિકોના અધિકારો માટે અવાજ ઉઠાવ્યો. તે પછી લોકોને રસ્તા અને ઘર અપાવ્યા. સામાજીક ભેદવાવ સામે આંદોલનો ચલાવ્યા ધીરે ધીરે તેની મહેનત રંગ લાવી. તે પોતાની પાર્ટીની સલાહકાર બની. બાદમાં કાઉન્સીલની સદસ્ય બની પોતાની કારર્કિદી રાજનીતીમાં મજબૂત કરતી ગઇ. નજત ફાંસ ના ફ્રાંસ્વા ઓલાંદ ની સરકારમાં મહિલા અધિકાર મંત્રી ની જવાબદારી સાથે સરકાર ની પ્રવકતા બની અને બાદમાં 2014 માં શિક્ષા મંત્રી બની.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS