પેરિસ જળ-વાયુ કરાર ને મંજૂરી આપવા બાબતે ભારત ના નિર્ણય ને ફ્રાન્સ એ કર્યું સ્વાગત

0
53

ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન માં કાપ ને લઇ વૈશ્વિક તાપમાન ને ઓછું કરવા માટે પેરિસ જળ-વાયુ પરિવર્તન કરાર ને 2 ઓક્ટોબરે મંજૂરી દેવા ભારત ના નિર્ણય ને ફ્રાંસે સ્વાગત કર્યું.  ફ્રાન્સ ના પર્યાવરણ અને ઉર્જા મંત્રી સેગોલેને રાયલ એ મહત્વકાંક્ષી કરાર ને મંજૂરી આપવાનો નિર્ણય લેવા બદલ વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી. ઐતિહાસીક પેરિસ કરાર ગયા વર્ષ ડિસેમ્બરમાં થયું હતું. જે 55 દેશો ની મંજૂરી બાદ અસ્તિત્વમાં આવશે. જે પુરી દુનિયામાં 55% ગ્રીન હાઉસ ઉત્સર્જન ની જવાબદારી છે. ફ્રાન્સના મંત્રી એ ટ્વિટ કરી આ મહત્વપૂર્ણ નિર્ણય ના લીધે મોદી ને અભિનંદન પાઠવ્યા. કરાર ને મંજૂરી દેવા બદલ ફ્રાન્સ ના રાજદૂત એલેક્ઝેન્ડર જિએગલરએ પણ ભારત ની ખૂબ પ્રશંસા કરી.

(સૂત્રોમાંથી – અજેન્સી)

NO COMMENTS