અગલે બરસ તું જલ્દી આના : વિસર્જન સમયે તકેદારી રાખવા અપીલ

0
93

શ્રી ગણેશને આપણે ગણપતિ તરીકે પણ જાણીએ છીએ ગણપતિ શબ્દની ઉતપતિ તરફ નજર નાંખીએ તો ગ એટલે જ્ઞાન અને મોક્ષ. ગણપતિ એટલે જ્ઞાન અને મોક્ષ આપીને પ્રત્યેકનું પાલન પોષણ કરનાર શકિત છે. એજ ગણપતિ ટૂકમાં જ્ઞાનરૂપી પ્રકાશ આપી અજ્ઞાનને દૂર કરે તે ગણપતિ.. દસ દિવસ અનંત ચૌદશ સુધી દસ દિવસ ભાવ અને ભકિતપૂર્વક ગણેશોત્સવ ઉજવાશે. આમ તો શ્રી ગણેશ ના અનેક નામ છે પરંતુ સંકટ નાશક ગણપતિ સ્તોત્રમાં ગણપતિના બાર નામોથી પ્રાર્થના કરવાનો ઉલ્લેખ છે. આ બાર નામો આ પ્રમાણે છે. વક્રતુન્ડ, એકદંત, કૃષ્ણપિંગાક્ષ, ગજવક્ર, લંબોદર, વિકટ મેવચ, વિધિરાજેન્દ્ર, ધુમ્રવર્ણ, ભાલચંદ્ર, વિનાયક, ગણપતિચ અને ગજાનન એવું કહેવાય છે કે ગણપતિનું પેટ વિશાળ હોઇ તે ક્ષમાશીલ છે અને ઉદાર દિલના છે. તેઓનું મૂળ ગજનું હાથીનું હોઇ તેઓ ગજાનન તરીકે ઓળખાય છે. તેઓ મોટા મનવાળા અને મોટા કાનવાળા હોઇ આપણી અરજ અને પ્રાર્થના સાંભળી શકે છે.
આજે સમગ્ર શહેરમાં અને દરેક પંડાલ ના ગણેશ વિસર્જન નો છેલ્લો દિવસ છે ત્યારે રાજકોટ શહેરમાં સૂચવેલા પાંચ સ્થળો એ જ વિસર્જન કરવા જણાવાયું છે. તમામ જગ્યાએ મનપા ના ફાયરબ્રિગેડનો સ્ટાફ તૈનાત રહેશે. મનપાના અધિકારીના જણાવ્યાનુસાર વિસર્જન પાણીની બહાર પુજન કરી ફાયરબ્રિગેડના સ્ટાફને પ્રતિમા આપી દેવાની રહેશે. ગણપતિની મોટી પ્રતિમાને ફાયરબ્રિગેડના સ્ટાફ દ્વારા ક્રેઇન દ્વારા પાણીમાં વિસર્જન કરાશે. જે પંડાલમાં મોટી મૂર્તિ હોય તેમણે મનપાની અગાઉથી મંજૂરી લેવી જોઇએ ઉપરાંત જાણ કરવી જોઇએ. શહેરમાં અન્ય કોઇ અણબનાવ ન બને તે માટે અત્યંત તકેદારી રાખવા અપીલ કરાઇ છે. ઉલ્લેખનિય છે કે અમદાવાદ શહેરમાં કમિશનર દ્વારા પણ એક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. રાજકોટમાં ગઇકાલે એક વિસર્જન સમયે બનાવમાં શહેરમાં અરેરાટી વ્યાપી ગઇ છે ત્યારે લોકોને પુરતી સંભાળ રાખવા અધિકારીઓ દ્વારા સતર્ક કરાયા છે.
ઉલ્લેખનિય છે કે, દર વર્ષ કરતા આ વર્ષે નાના ગામોમાં પણ ગણપતિ ના પંડાલોની સંખ્યા વધુ જોવા મળી રહી છે ત્યારે ગામની આસપાસ નદીમાં પાણી માં વિસર્જન કરતા સમયે ખાસ ધ્યાન રાખી ઉંડા પાણીમાં વિસર્જન કરવા ન ઉતરવું. તેમજ મૂર્તિ ને કિનારાએ થી પધરાવવા સતાધીશો દ્વારા જાહેર જનતાને અપીલ કરાઇ છે. અમદાવાદમાં વિસર્જન ને ધ્યાને રાખી અમુક રસ્તાઓ વનવે કરી ટ્રાફિકને ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે.

NO COMMENTS