ગાયત્રી મંત્રનો મહિમા

0
1656
  • ગાયત્રી મહામંત્ર ગાયત્રી છંદમાં રચાયેલો હોવાથી તે ગાયત્રી મહામંત્ર તરીકે ઓળખાય છે.
  • અક્ષર ચોવીસ પરમ પુનિત ઇનમેં બસે શાસ્ત્ર-ગીતા
    ગાયત્રીની ઉપાસનાથી માણસમાં સદબુધ્ધિ આવે છે.
  • ગાયત્રી મંત્રથી સાધનાથી સંત મહાત્માઓની જેમ મનુષ્ય મહા માનવ બની શકે છે. મંત્રનું સ્વરુપ સૂર્વણ જેવું દૈદિપ્યમાન જેવું છે.
  • ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ મંત્રને મહામંત્ર કિધો છે.
    ગાયત્રી મંત્ર કરી સૂર્યનારાયણને અર્ધ્ય આપવો જોઇએ.

સિધ્ધ મહામંત્ર ગાયત્રીનો મહિમા અપરંપાર છે, ગાયત્રી મહામંત્ર વેદોકત છે. અને તે સિધ્ધ મંત્ર છે. ગાયત્રી મહામંત્ર સંસ્કૃતભાષામાં અને ગાયત્રી નામના છંદમાં રચાયેલો છે.
આ મહામંત્રમાં સવિતું શબ્દ સવિતા નારાયણ એટલે કે સૂર્યનારાયણ મને સદબુધ્ધિ આપો. આ પૃથ્વી પાટેલ, પરમાત્માના પ્રતિનિધિ એવા સાક્ષાત સૂર્યનારાયણ પ્રત્યે આ મહામંત્રમાં સંબોધન છે. મનુષ્યને જો સદબુધ્ધિ પ્રાપ્ત થાય તો આધ્યાત્મિક તથા ભૌતિક એમ સદબુધ્ધિથી સર્વાંગી વિકાસ થાય.
ભગવાન સૂર્યનારાયણ સદબુધ્ધિના દાતા તરીકે સુપ્રસિધ્ધ છે. પ્રભાતમાં બાલ સૂર્ય સમક્ષ બેસી બાલસૂર્યના સોનેરી કિરણોમાં અહોર્નિશ ગાયત્રી મંત્ર વડે પ્રેથી તથા એકાગ્રચિતે સૂર્યોપાસના કરનાર ભકત દિવ્યતા પામે છે.
ચાર વેદામાં ગાયત્રી મહામંત્રનું સ્થાન સૌથી ઉંચુ અને મહત્વનું ગણાય છે. ભગવાન નારાયણ કરે છે. હે નારા ભિન્ન પદવાળી ગાયત્રી બ્રહ્મહત્યાનું શમન કરે છે. અભિન્ન પદવાળી ીગાયત્રીના જાપ કરવાની સાધક પાપનો ભાગીદાર બને છે. પ્રણવથી સંપૂટિત છ ઓમકારથી સંયુકત પાંચ પ્રણયવાળી ગાયત્રીના જાપ કરવાથી રિધ્ધિ સિધ્ધિ પ્રાપ્ત થાય છે. આવા ગાયત્રી જાપ કરનાર સાધક સાધુપદજયનો અધિકારી બને છે. ગાયત્રી મહામંત્ર દ્વારા સૂર્ય સૂર્યઉપાસના કરવાથી સદબુધ્ધિ પ્રાપ્ત થાય છે. મંત્રનો અર્થ સમજીને તેનો મહિમા સમજીને સાધકે ઉપાસના કરવી જાઇએ. ઉપાસનામાં સૂર્યને અર્ધ્ય આપવો જોઇએ.
ભગવાન શ્રી રઘુવીર પણ ગાયત્રી મંત્ર વડે સૂર્યોપાસના કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણે પણ ગીતામાં કહ્યું છે કે, છંદોમાં ગાયત્રી હું છું, એટલે કે હું ગાયત્રી છંદ છું, પ્રાચીન ઋષીમુનિઓ પણ વેદોકત સિધ્ધ મહામંત્ર દ્વારા સૂર્યોપાસના કરતા હતા. કહેવાનો તાત્પર્ય એ છે કે, ગાયત્રી મહામંત્ર ગાયત્રી છંદમાં રચાયેલો હોવાથી તે ગાયત્રી મહામંત્ર તરીકે ઓળખાય છે.
એમાં સવિતુ શબ્દ આવે છે તેનો અર્થ સૂર્ય કરવાને બદલે સૂર્યોના સૂર્ય એવા પરમ કુપાળુ પરમાત્મા એવો અર્થ કરવામાં આવે તો તેનો અર્થ વધુ યોગ્ય ગણાશે. એમ પ્રખર પંડિતોનું માનવું છે.
કેટલાક ગાયત્રી ઉપાસકો એમ કહે છે કે, સૂર્યમાં રહેલી શકિતને અમે ગાયત્રી માતા કહીએ છીએ, જયારે કેટલાક એમ કહે છે કે, પરમાત્માની ચેતનાને અમે ગાયત્રી માતા ગણીએ છીએ. ઘણા ઉપાસકો એવું કહે છે કે, ગાયત્રી મહામંત્રનો સાકાર સ્વરુપ એટલે જ ગાયત્રી માતા ગાયત્રી શકિતપીઠની જયાં જયાં સ્થાપના કરવામાં આવી છે ત્યાં ત્યાં ગાયત્રી દેવીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે. જેની ગાયત્રી માતા તરીકે ભકતો પૂજા કરે છે.
કહેવાનો તાત્પર્ય એ છે કે, ગાયત્રી ઉપાસના એટલે ગાયત્રી માતાની ઉપાસના ગાયત્રી મહામંત્ર વડે ગાયત્રી માતાની આરાધના કર્યા પછી સૂર્યને પણ અર્ધ્ય આપવો. જો હદય પૂર્વક ગાયત્રી મંત્રનો રટણ કરવાાં આવે તો આખરે તે ગાયત્રી માતા દ્વારા સૂર્યનારાયણ દેવ દ્વારા તે પરમકૃપાળુ પરમાત્મા સુધી પહોંચવાનું જ છે.
કેમ કે , સકળ જડચેતનમાં એક જ વ્યાપ્ત છે. સમગ્ર વિશ્ર્વમાં ગાયત્રી મંત્ર સિધ્ધ મહામંત્ર અને અમોક મંત્ર તરીકે પ્રખ્યાત છે. પવિત્ર જીવન રાખીને અંત:કરણના અતળ ઉંડાણથી આ મહામંત્રનો સતત જપ કરવામાં આવે તો બેડોપાર થઇ જાય છે.
સાધક પોતાની સર્વાંગી ઉન્નતી અવશ્ય સાધી શકે છે. પદ્મપૂરાણમાં પણ ઉલ્લેખ છે કે, તમારે સર્વરોગોમાંથી મૂકત થવું હોય તો સૂર્યઉપાસના કરો.
ભગવાન નારાયણ કહે છે કે, હે નારદ ગાયત્રી ઉપાસનાને લીધે એશણા, આકાંશા, મનોરથો અને ઇચ્છાઓનું સ્વરુપ જ બદલાઇ જાય છે. એટલે તો ગાયત્રી મંત્રને મહામંત્ર કહેવાયો છે….

NO COMMENTS