ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા 45 મા વર્ષે છાશ વિતરણ

0
22
gita vidhyalay rajkot
gita vidhyalay rajkot

રાજકોટ : જંકશન પ્લોટ ખાતે શ્રી મનહરલાલ મહારાજ સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલય દ્વારા ઇ.સ. 1973 થી સતત દર વર્ષે નિ:શુલ્ક ઊનાળુ છાશ કેન્દ્રનું સંચાલન થાય છે. છેલ્લા 45 વર્ષોથી આ સંસ્થા દ્વારા આ અજોડ સેવાયજ્ઞ થઇ રહ્યો છે. આ વર્ષે છાશ કેન્દ્રના 45 માં વર્ષનો રામનવમીએ પ્રારંભ થયો છે. જેમાં ઉનાળામાં ધોમ ધખતા તાપમાં ત્રણ માસ સુધી છાશ કેન્દ્રનું સંચાલન કરવામાં આવે છે. જેમાં નાત જાત કે ધર્મના ભેદભાવ વિના સમાનતાના ધોરણે પ્રતિદિન 300 જેટલા પરિવારોને આશરે 1500 વ્યકિતઓને પરિવાર દીઠ એક લીટર તાજી અને પૌષ્ઠિક છાશનું નિ:શુલ્ક વિતરણ થાય છે. આ સેવાયજ્ઞની વિશેષતા એ છે કે આ કાર્યમાં એક પણ પગારદાર વ્યકિત નથી. દૂધ મેળવવું દહીંની છાશ બનાવવી, છાશ વિતરણ કરવું, છાશના મોટા પીપ તથા અન્ય વાસણોની સફાઇ વગેરે તમામ કાર્યો સ્વયંસેવકો બાળકો દ્વારા જ થાય છે.
એક દિવસના છાશ વિતરણનો ખર્ચ રૂ. 2000 થી વધુ થાય છે. માનવસેવાની આ ઉમદા પ્રવૃતિ માટે આર્થિક સહયોગ આવકાર્ય છે. આ સંસ્થાને મળતું દાન કલમ 80-જી હેઠળ કરમુકત છે. કાળઝાળ ગરમીમાં લોકોના કાળજે ટાઢક પહોંચાડવાના આ સેવાકાર્યમાં સૌ ભાવિકો, દાતાઓ, શ્રેષ્ઠીઓને ઉદાર હાથે સહયોગ આપવા ગીતા વિદ્યાલય પરિવારે હાર્દિક અનુરોધ કરેલ છે. પોતના સદગત સ્વજનોની પૂણ્યસ્મૃતિમાં દાન ભેટ ફાળો સ્વીકારાય છે. વધુ વિગત જંકશન પ્લોટ, પોલીસ ચોકી પાસે ગીતા વિદ્યાલય ટ્રસ્ટ અથવા મોબાઇલ નંબર : 9898318286 ઉપર સંપર્ક કરવાનું જણાવાયું છે.

NO COMMENTS