હનુમાનજી એટલે કલિ કાલના સાક્ષાત દેવ

0
965

ભારતીય દર્શનની સૌથી વિશિષ્ઠ અસ્મિતા એટલે હનુમાનજી. વાલ્મીકિ અને તુલસીદાસ બંનેએ હનુમાનજીના ચરિત્રને પોતપોતાની રીતે ન્યાય આપ્યો છે. મહર્ષિએ સુંદરકાંડના પ્રથમ સર્ગમાં સમુદ્ર લાંઘતા પહેલાં હનુમાનજીએ ધારણ કરેલ વિશાળ શરીર અને તેમના આકાશગમનનું વિશદ વર્ણન કર્યું છે. ગોસ્વામીજી માટે તો હનુમાનજી પરમગુરુનું સ્થાન ધરાવે છે એટલે ગુરુ-સ્તુતિમાં તેઓ કચાશ શાની રાખે ? સુંદરકાંડ ખરેખર સુંદર છે. તેનું છંદ વૈશિષ્ટ્ય, ગેયતા અને શબ્દ વૈષ્ણવ અદ્ભૂત છે. હનુમાનજી વિરાટરૂપ ધારણ કરી મહેન્દ્ર પર્વત પર ચઢે છે. તેમના પદચાપથી પર્વતનાં શિખરો ધણધણી ઊઠે છે અને જળસ્ત્રોતો ફૂટી નીકળે છે. ભયંકર ગર્જના કરીને બજરંગબલી સમુદ્રને લાંઘવા કૂદકો મારે છે. સમુદ્રની ઉપર આકાશમાં તરતા જતા પવનપુત્રનું અદ્ભૂત વર્ણન મહર્ષિ વાલ્મીકિએ કર્યું છે.
પોતાના ઉપરથી ઊડીને જતા પવનપુત્રને જોઇને સમુદ્રને સહાયરૂપ થવાનું મન થાય છે. સાગરના તળિયે વિરાજેલા મૈનાક પર્વતને દરિયાદેવ આજ્ઞા કરે છે, તમે સપાટીથી ઉપર ઊઠીને હનુમાનજીને થોડીવાર આરામ કરવા નિમંત્રણ આપો. મૈનાકના સુવર્ણરંગી શિખરો સમુદ્રની સપાટીથી બહાર આવે છે. જેની દિવ્ય શોભાનું પણ સુંદર વર્ણન મહર્ષિએ કર્યું છે. મૈનાક બજરંગબલીને પોતાના શિખરે વિરામ કરવા અને ફળ-ફૂલ ગ્રહણ કર્યા છે. ત્યારે હનુમાનજી સવિનય ઇન્કાર કરે છે. મૈનાકને માઠું ન લાગે એટલે માત્ર પોતાનો હાથ તેના શિખર પર મૂકીને આગળ ચાલતા થાય છે, આ ક્ષણે ગોસ્વામી તુલસીદાસજીએ માત્ર છ શબ્દોમાં મહાન ઋતુ પ્રગટ કર્યું છે, રામ કાજ ક્ધિહેં બિનુ મોહેં કહાં વિશ્રામ ! રામના દૂતકાર્ય માટે લંકા જઇ રહેલા હનુમાન સામે ગંભીર પડકારો હતા. લંકા ખૂબ જ દુર્ગમ સંરક્ષણ પ્રણાલીથી ઘેરાયેલી રાક્ષસનગરી ગણાતી હતી.
એટલે તેમની પરીક્ષા લેવા દેવોએ સુરસા નામની નાગમાતાને વિનંતી કરી. સુરસા એક વિશાળ રાક્ષસીનું સ્વરૂપ ધારણ કરી હનુમાનના માર્ગમાં પ્રગટ થાય છે અને તેમને ખાઇ જવા પ્રયાસ કરે છે. હનુમાન અને સુરસા પોતપોતાનું કદ વધારતા રહે છે. પણ જ્યારે સુરસા પોતાનું કદ સો યોજન કરે છે ત્યારે હનુમાનજી એક નાના મચ્છરનું રૂપ ધારણ કરી સુરસાના પેટમાં આંટો મારી બહાર આવી જાય છે અને હાથ જોડીને રામ-કાર્ય માટે અનુમતિ માગે છે. તેમની આ ચતુરાઇ પર નાગમાતા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે.
હનુમાન ધારતા તો સુરસાથી પણ વિશાળ રૂપ ધારણ કરીને લડાઇ કરી શકતા પણ તેમણે સંઘર્ષને બદલે સમાધાનનો યુક્તિભર્યો માર્ગ પસંદ કર્યો. વીરતા સાથે વિવેક, બળ સાથે બુદ્ધિ, વિદ્યા સાથે વિનય અને સામર્થ્ય સાથે સેવાનો સમન્વય એટલે હનુમાન. કન્નડના મહાન લેખક હનુમત્સ્મૃતિથી સમાપન કરીશું, આપણા છ તારક-મંત્રો છે, ઉત્સાહ, પૌરુષ, સ્નેહ, પ્રગતિ, વિવેક અને સૌજન્ય. જેનું નિદર્શન આંજનેય અવતારમાં જોવા મળે છે. નિ:સ્વાર્થ ભક્તિ, ઉદ્યમી સ્વભાવ અને અડગ ધર્મ-નિષ્ઠા હનુમાનજીને ભારતીય વિભૂતિઓમાં મૂઠી ઊંચેરું સ્થાન અપાવે છે. એટલે તેઓ ગુરુ અને ધર્મનો આદર્શ છે. મિત્રો ! સફળ થવું છે ?
તમારો આદર્શ હનુમાન રહો. તપ કરો. સંયમી બનો. સેવાની વૃત્તિ કેળવો. પરિવાર અને સમાજ પ્રત્યે વફાદારી નિભાવો. સતત નવું નવું શીખતા રહો, વિકસતા રહો. યાદ રહે, જ્યાં હનુમાન છે, ત્યાં રામ છે. હનુમાનજી મહારાજએ તો કળીયુગના સાક્ષાત દેવ કહેવામાં આવ્યા છે. હનુમાનજી મહારાજ તેના ભકતને કદી ઉની આંચ આવવા દેતા નથી. હનુમાનજીની સાધના કરવી બહુ કઠિન છે.
પરંતુ અશકય નથી. હનુમાનજીની ભકિત કરવામાં પણ મનુષ્યએ બહુ ચોકસાઇ રાખવી પડે છે. કારણકે તે ઉજળા દેવ છે. તેની પાસે કોઇપણ જાતની બાંધછોડ ચાલતી નથી. અયોધ્યા અને લંકાની તુલના કરી. ફરીથી સુંદરકાંડની દિવ્ય હનુમાન-લીલાનો દોર સાંધી લઇએ. વિરહના તાપથી કૃશકાય થયેલાં સીતાજી એક અશોકવૃક્ષ નીચે બેઠાં છે. ઘોર અંધકાર અને નિરવ શાંતિ વચ્ચે જાનકીનું ચિત્ત રામનામમાં લીન છે. એવે વખતે તેમના કાને રામચંદ્રના દિવ્ય ગુણોનું વર્ણન કરતા શબ્દો સંભળાય છે સીતાજી ચકિત થઇ જાય છે. હનુમાનજી એક એવા દેવ છે જેની પાસે તુરંત ન્યાય હોય છે. અને આ યુગમાં તો હજરા હજુર દેવ ગણવામાં આવે છે. માત્ર હનુમાનજી ના નામ સ્મરણથી જ સંકટ દૂર ભાગે છે. હનુમાનજી ની કરેલી ભકિત કોઇ દિવસ વ્યર્થ જત નથી. હનુમાનજી પાસેથી વફાદારી અને ચરિત્ર્યના ગુણો શીખવા જેવા છે.

NO COMMENTS