બ્રહ્મસમાજ ગોંડલ દ્વારા તેજસ્વી તારલાઓનો સત્કાર સમારોહ યોજાયો

0
56

ગોંડલ : ગોંડલ ખાતે સમસ્ત બ્રહ્મસમાજના ઉપક્રમે એક તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે પ.પૂ.શ્રી હરિચરણદાસજી મહારાજે તેજસ્વી તારલાઓને આર્શીવચન પાઠવ્યા હતા. આ તકે સમગ્ર બ્રહ્મસમાજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી છાત્રોનો ઉત્સાહ વધારેલ હતો. આ તકે કાર્યક્રમનું દીપ પ્રાગટય સમસ્ત બ્રહામસાજ સૌરાષ્ટ્ર કચ્છના જીતુભાઇ મહેતાએ કર્યું હતું. તેમણે છાત્રોને ઉદબોધન કરતા જણાવ્યું હતું કે આપણા સમાજના છાત્રોએ દરેક ક્ષેત્રમાં આગળ આવવાનું છે. કોઇપણ મુશ્કેલીનો સામનો કરી સમાજ પ્રત્યે વફાદાર રહી આગળ વધવાનું છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સમસ્ત બ્રહ્મસાજ ગોંડલ શહેર તથા તાલુકા ના હોદેદારો તેમજ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

NO COMMENTS