GST: 1 જુલાઇ થી શું સસ્તું અને શું મોંઘુ ?

0
129
goods and services tax ( GST) bill
goods and services tax ( GST) bill

દેશની ટેકસ સિસ્ટમમાં મોટા ફેરફાર થવા જઇ રહ્યા છે ત્યારે તા. 1 જુલાઇથી વસ્તુ તથા સેવા વેરો જીએસટી લાગુ થનાર છે ત્યારે જીએસટી પછી સૌથી મોટો સવાલ તે છે કે આમ લોકો ના જીવન ઉપર તેનો કેવો પ્રભાવ પડી રહ્યો છે. એટલે કે શું મોંઘુ થશે અને શું સસ્તું થશે. આમ જનતા માટે સૌથી મોટો સવાલ તે છે ? જણાવવામાં આવે છે કે જીએસટી લાગુ થતા જ ખાવા પીવાની અને દૈનિખ જરુરિયાતોની વસ્તુઓ સસ્તી થશે જયારે વિજળી તથા લોઢું, પણ સસ્તુ થવાના એંઘાણ છે.
એવું એ માટે કારણ કે જીએસટી પરિષદે તેનાથ જોડાયેલી વસ્તુઓ ઉપર જીએસટી ના દર વર્તમાન દરો થી પણ ઓછા નકકી કરેલા છે. તેનો નિર્ણય વિત્ત મંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં શ્રીનગરમાં મળેલી જીએસટી પરિષદમાં થઇ છે. એવામાં શું સસ્તું થશે અને શું મોંઘુ થશે
– શૂન્ય ટકા ( જેના ઉપર નહીં લાગે ટેકસ )
તાજું દુધ, અનાજ, તાજા ફળ, મીઠું, ચોખા, પાપડ, રોટલી, જાનવરો નો ચારો, કોંડમ, ગર્ભનિરોધક દવા, ચોપડી, લાકડું, બંગડી
– આ ચિજો ઉપર લાગશે પ ટકા ટેકસ
ચા,કોફી, ખાવાનું તેલ, બ્રાંડેડ અનાજ, સોયાબીન, સુર્યમુખી ના બીજ, બ્રાંડેડ પનીર, કોલસો, કેરોસીન, ઘરેલુ ઉપયોગ એલપીજી, ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ, કૃત્રિમ કિડની, હેંડ પંપ, લોઢું, સ્ટીલ, તાંબાના વાસણ, ઝાડુ
– આના ઉપર લાગશે 12 ટકા ટેકસ
ડ્રાઇફ્રુટ, ઘી,માખણ, નમકીન, માંસ-માછલી, દુધ થી બનેલા ડ્રિંકસ, ફ્રોઝોન મીટ, બાયોગેસ, મીણબતી, અગરબતી, ચશ્મા ના લેંસ, બાળકોની ડ્રોઇંગ બુક, કેલેન્ડર્સ, એલપીજી સ્ટવ, નટ બોલ્ટ, પેંચ , ટ્રેકટર, સાઇકલ, એલઇડી લાઇટ, ખેલ નો સામાન
– આના ઉપર લાગશે 18 ટકા ટેકસ
રિફાઇન્ડ સુગર, કંડેસ્ડ મિલ્ડક, પ્રીઝર્વ્ડ મિલ્ક, વાળનું તેલ, સાબુ, હેલમેટ , નોટબુક, જેમ, જેલી, સોસ, સુપ, આઇસ્ક્રીમ, મિનરલ વોટર, ટોયલેટ પેપર, પેટ્રોલીયમ જેલી
– આ વસ્તુ ઉપર લાગશે 28 ટકા ટેકસ
મોટરકાર, મોટર સાઇકલ, ચોકલેટ, કોકો બટર, ફેટસ, ઓઇલ, પાન મસાલા, ફ્રિઝ, પરફયુમ, ડિયો, મેકઅપનો સામાન, વોલ પટ્ટી, ટૂથપેસ્ટ, શેવીંગ ક્રિમ, આફટર સેવ, લિકવીડ શોપ, પ્લાસ્ટીક પ્રોડકટ, રબર ટાયર, ચામડાની બેગ, માર્બલ, ગ્રેનાઇટ, પ્લાસ્ટર, માઇકા, ટેમ્પર્ડ ગ્લાસ, રેઝર, પિયાનો, રિવોલ્વોર, મેનીકયોર, પેડીકયોર, ડિશ વોશિંગ મશીન

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS