વિધાનસભાના નવા અધ્યક્ષ રમણલાલ વોરા

0
82

ગુજરાત રાજય વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદ માટે ફોર્મ ભરાયા બાદ ભાજપ તરફથી પૂર્વ કેબિનેટ મંત્રી રમણલાલ વોરાએ અધ્યક્ષ પદ માટે ફોર્મ ભર્યું હતું. જેનો પ્રસ્તાવ ભાજપે મૂકયો હતો. અને વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ સમર્થન આપ્યું હતું. અંતમાં વિધાનસભાના અધ્યક્ષ પદે રમણલાલ વોરા બિનહરીફ રહ્યા હતા.
રમણલાલ વોરા તા. 22 ઓગસ્ટથી વિધાનસભાના અધ્યક્ષપદે કામગીરી હાથ ધરશે. વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે ભાજપમાથી ધારાસભ્ય શંભુજી ઠાકોરે ફોર્મ ભર્યું છે ત્યારે કોંગ્રેસમાંથી ચંદ્રીકાબેન બારીયાએ ફોર્મ ભર્યું છે જેની ચૂંટણી પ્રક્રિયા 22 મી ઓગસ્ટના રોજ થશે.

(સુત્રોમાંથી )

NO COMMENTS